________________
કચ્છના તિર્ધર આચાર્ય
પુષ્પ વેરતાં. સંઘને લાગ્યું કે અંચલગચ્છની ગાદીના વાર. સને જેસિંઘકુમારના રૂપમાં ઉદય થઈ ચૂક્યો છે.
મુંબઈમાં જેસિંઘકુમારની અધ્યયન-પ્રવૃત્તિ પૂરબહાર ખીલી ઉઠી. ત્યાં તેના માટે ખાસ પંડિત રોકવામાં આવ્યા. તેમની પાસે વ્યાકરણ, કાવ્યકોશ, છંદ-શાસ, ન્યાયદર્શન વગેરેનું ત્રણ વર્ષ લગી સતત અને કાળજીભર્યું અધ્યયન કર્યું. બાળકની ગ્રહણશક્તિ અભૂત હતી. તેમના માટે ખાસ રોકવામાં આવેલા પંડિતાએ સૂરિને સ્વયં ભલામણ કરી કે હવે અમારા કરતાં વધારે મોટા પંડિતેની બાળકને જરૂર છે.!!
એ અરસાની નામાંકિત વ્યક્તિઓમાં જૂનાગઢના સુવિખ્યાત 3 ત્રિભુવનદાસ અને શ્રીમદ્ રાજચંદ્રજી, જેઓ શતાવધાની કવિ રાયચંદભાઈ તરીકે જાણીતા હતા, તેઓ સૂરિ પાસે ઘણુંવાર આવતા. તેઓ જેસિંઘકુમારને અભ્યાસ, બુદ્ધિમત્તા અને ગ્રહણશક્તિ જોઈ પ્રભાવિત થયેલા. વિદ્યાક્ષેત્રે બાળક ઉત્તરોત્તર પ્રગતિ સાધે એ હેતુથી તેમણે વિદ્વાન પંડિત રેકવા ખાસ ભલામણ કરેલી
એ યુગમાં વિજયાનંદસૂરિ ઉફે આત્મારામજી મહારાજ જૈન સંઘના માન્ય વિદ્વાન ગણાતા. એમની પાસે વિદ્યાભ્યાસ કરીને અનેક વિદ્વાને તૈયાર થયેલા, જેમાં તૈયાયિક જૈન પંડિત અમીચંદજી પંજાબીની ખ્યાતિ સવિશેષ હતી. વિવેકસાગરસૂરિએ જેસિંઘકુમાર માટે એ પંડિતને રોક્યા. અમીચંદજી પંજાબીએ બાળકને સટીક આગમ ગ્રન્થો, ન્યાય તેમ જ દર્શન શાસ્ત્રના ઉચ્ચ ગ્રન્થનું અધ્યયન કરાવ્યું. જેસિંઘકુમારે અનેકવિધ વિષયેનું તલસ્પર્શી અધ્યયન કર્યું. સત્તર વર્ષની યુવાન વયે પહોચેલા જેસિંઘકુમારની ખ્યાતિ મુંબઈ ભરમાં બધે ફેલાઈ ગઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com