________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
[ પ
કેટલીયે વાર સુંદર ઉપહાર આપવા તથા રાજમહેલમાં તેડી જવા પ્રયાસેા કરેલા, પરંતુ નિલેપ બાળક એ સૌના અસ્વીકાર કરતા.
સૂરિ સાથે જેસિ`ઘકુમાર કયારેક રાજમહેલ જાય ખરે પણ લેવા કરવાની વાત જ નહિ. સૂરિજી રાજભેટ લેવા કહે, “ લઇ લે આ ! હજૂરની લાગણી ન ઠેલાય !” આમ તેએ ક્રમાવે તે પ્રથમ લઇ લે પણ તરત જ પાછુ` આપી દે ગુરુ આવા શિષ્યરત્ન પ્રાપ્ત થયાની નિરાંત અને પ્રસન્નતા અનુભવતા.
વિ. સં. ૧૯૪૦ માં સૂરિજી દશા એસવાળ મહાજનની વિનતીથી મુ`બઈમાં ચાતુર્માસ રહ્યા. એ અરસમાં દશા ઓસવાળ જ્ઞાતિની જાહેાજલાલી અપૂર્વ હતી. મુંબઈની આગેવાન અને ધનાઢ્ય જ્ઞાતિમાં એની ગણના થતી. આ જ્ઞાતિ અચલગચ્છાધિપતિ પ્રત્યે પૂણ ભક્તિ દાખવતી. અંચલગચ્છાધિપતિ રાજેન્દ્રસાગરસૂરિ અને પછીના પટ્ટધરા દશા એશવાળ જ્ઞાતિ મહાજનના આત્યાગ્રહથી કચ્છ અને હાલારથી મુંબઈમાં વિચરતા થયેલા. વિ. સં. ૧૮૯૨ માં શ્રી અનંતનાથજી જિનાલયની મુંબઈમાં પ્રતિષ્ઠા થયા બાદ આ પરિવર્તન જોવા મળેલું. ગચ્છનાયકામાં મુબઈમાં સૌ પ્રથમ પદાર્પણ કરનારાઓમાં અચલગચ્છના પટ્ટધરો સૌ પ્રથમ હતા, જેનું શ્રેય દશા એસવાળ જ્ઞાતિને છે.
પરંપરાનુસાર દશા એસવાળ જ્ઞાતિએ વિવેકસાગરસૂરિ પ્રત્યે અનન્ય ભક્તિ દર્શાવી. ગચ્છનાયક તા એ પહેલાં પણ મુંબઇમાં પધારી ચૂકયા હતા, પરંતુ જેસિંઘકુમાર માટે એ પહેલવહેલે। પ્રસંગ હતા. મુંબઇના સંઘ બાળકની ગુરુભક્તિથી પ્રસન્ન થયેા. બાળક વિદ્યાસંપન્ન તેમ જ ગુણ સંપન્ન હતા. તેનું સંસ્કારમય જીવન જોઇને સૌ સ`શાનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com