________________
કચ્છના તિર્ધર આચાર્ય સુખાન્ત આવી જતાં હવે તેઓ સંસારમુક્ત થવા પ્રયત્નશીલ થયા. સત્ત્વરે કુશળચંદ્રજી પાસે પહોંચી ગયા. તેમની પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી, કલ્યાણચંદ્રજી તરીકે નવું જીવન ધારણ કર્યું. ત્રણ વર્ષ સુધી સંયમમય જીવન નિર્ગમન કરીને તેઓ વિ. સં. ૧૯૩૯ માં શુભ ધ્યાને કાલધર્મ પામ્યા.
આ તરફ વિવેકસાગરસૂરિજીએ જેસિંઘકુમારને વિદ્યાભ્યાસ માટે વિદ્વાન યતિઓને સંખ્યા, તેમ જ જાતે પણ ધાર્મિક અભ્યાસ કરાવવા મંડ્યા. બાળકની ગ્રહણશક્તિ અજોડ હતી. તેની કુશાગ્ર બુદ્ધિથી સૂરિ ઘણું પ્રસન્ન હતા. ત્રણેક વર્ષમાં બાળકે વિદ્યાભ્યાસ ઘણો વધારી દીધો.
બાળકના વિદ્યાભ્યાસને ઉત્તેજન મળે એવા અનુકૂળ પ્રસંગે પણ બનતા ગયા. વિ. સં. ૧૯૩૯ નું ચાતુર્માસ ગચ્છનાયકે જામનગરમાં કર્યું. કુશળચંદ્રજીના અનુયાયી ભ્રાતૃચંદ્રજી પણ ત્યાં જ બિરાજતા હતા. વિવેકસાગરસૂરિના તેઓ ભક્ત અને પ્રેમી હતા. જેસિઘકુમારના પિતાએ એ સમુદાયમાં દીક્ષા લીધેલી એટલે બાળક પ્રત્યે પણ એમને મમતા તે હોય જ. તેઓ પ્રખર વિદ્વાન હતા, બાળકના વિદ્યાભ્યાસની બધી જવાબદારી તેમણે સ્વેચ્છાએ પિતાના માથા પર લઈ લીધી ભ્રાતૃચંદ્રજી પાસે વિદ્વાન શાસ્ત્રી હતા, જેમને જેસિંઘકુમારે સારો લાભ ઉઠાવ્યા. આમ બાળકનો અભ્યાસ પ્રતિદિન વધતે ચાલ્યો. સૂરિ તેની પ્રગતિ જોઈ આનંદ અનુભવતા.
જામનગરના મહારાજા વિભાજી અને વિવેકસાગરસૂરિ વચ્ચે નિકટનો સંપર્ક હતો. જામસાહેબ સૂરિની વ્યાખ્યાનધર્મસભામાં આવતા. આમ એ સિવાય પણ સૂરિ પાસે બેસીને ધર્મચર્ચાઓ કરતા આમ વારંવાર મુલાકાતો થતી. એ દર
મિયાન જેસિંઘકુમાર પર એમને ચાહ વધ્યા. મહારાજાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com