________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
[ ૭ તે અરસામાં મુંબઈ પધારેલા મુનિ મેહનલાલજીએ જેસિંઘકુમારના વિદ્યાવ્યાસંગની ભારોભાર પ્રશંસા કરીને એવું વિધાન કરેલું કે તે આત્મારામજી મહારાજ પછીના માન્ય વિદ્વાન છે. વિવિધ શારના પારગામી બનેલા જેસિંઘકુમાર માટે આવું પ્રમાણપત્ર અધિક પ્રેરણાદાયક બન્યું. એ પછી ટૂંકા ગાળામાં જ વ્યાકરણ ગ્રન્થમાં ચંદ્રિકા અને સિદ્ધાન્ત કૌમુદી, નૈષધ અને કાદમ્બરી પર્વતના કાવ્ય-ગ્રન્થ, સમ્મતિતક પર્યત જૈન ન્યાય ગ્રન્થ, તથા અલંકાર ગ્રન્થ, અને અમરકેશ વગેરે શબ્દ શાત્રે તેણે અવગત કર્યા. જેન દ્રવ્યાનુયેગમાં સારી એવી પ્રગતિ સાધી સિદ્ધહેમને અષ્ટમ અધ્યાય કંઠસ્થ કર્યો. બધા આગમ ગ્રન્થનું મૂળ ટીકા, ચૂર્ણિ, અવસૂરિ આદિ સહિત પણ તેણે અવલોકન કરી લીધું. સંગીતને શાસ્ત્રીય અભ્યાસ પણ ચાલુ હતો અને તેમાં પણ જેસિંઘકુમારે સારે વિકાસ સાધી લીધું હતું. આમ અજોડ ભારતીય વિદ્વાન થવાની સ્પષ્ટ સંભાવના જેસધકુમારમાં વિકાસ પામતી રહી.
વિ સં. ૧૯૪૮ માં મુંબઈના શેઠ ભીમજી શામજી મોમાયા, કચ્છ-સાએરાવાળાએ કેસરીઆજીનો મોટો તીર્થ સંઘ કાઢેલ. સંઘપતિએ વિવેકસાગરસૂરિને સંઘમાં પધારવા ઘણે આગ્રહ કરતાં તેઓ સંઘમાં પધાર્યા. માગશરમાં સંઘે ઠાઠમાઠથી પ્રયાણ કર્યું. સૂરિની સાથે જેસિંઘકુમાર પણ ચાલ્યા. અને ભાવથી તીર્થયાત્રા કરી. સંઘપતિએ સૂરિના ઉપદેશથી કેસરીઆઇ તીર્થમાં ધર્મશાળા બંધાવવાનો નિર્ણય જાહેર કર્યો.
ત્યાંથી પાછા વળતાં સૂરિ ઝામરાની બીમારીમાં પટકાઈ પડ્યા. એ વખતે તેમની ઉંમર માત્ર સાડત્રીસ વર્ષની જ હતી. બીમારી વધતાં જેસિંઘકુમારે અભ્યાસને તિલાંજલિ આપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com