________________
૮ ]
કચ્છના તિર્ધર આચાર્ય અને સૂરિની સારવારમાં તે ઓતપ્રેત બની ગયો. ઘડીભર માટે પણ સૂરિની શય્યા ન છોડે સૂરિ આરામ લેવા સમજાવે તે પણ અડગ રહે. એ વખતે તેની ઉંમર ઓગણીસ વર્ષની હતી.
પુત્રસમા શિષ્યની ભક્તિ જોઈ સૂરિની આંખ અશ્રુભીની બનતી. જોતજોતામાં અઢી માસ વ્યતીત થઈ ગયા. દેશીવિદેશી ચાર ડોકટરે દિવસે અને ચાર રાતે સૂરિની સેવામાં હાજર રહેતા આગેવાન વદે અને યતિઓ પણ તેમની સુશ્રષામાં જોડાયા. કિન્તુ માંદગી માટે એવા ચિહ્નો જેવાયા નહિ. માંદગી જીવલેણ હતી.
આવા સંજોગોમાં શ્રીસંઘ અને યતિવર્ગ સમક્ષ ગાદીના વારસ કેને નીમવા તેને તાત્કાલિક નિર્ણય કરવાનો પ્રશ્ન રજૂ થયે. જેસિઘકુમારની લાયકાતને સર્વ સમ્મતિથી સ્વીકાર થયું. તેને સૂરિએ પણ મહેર મારી એટલે હર્ષનું બધે મેજુ ફરી વળ્યું.
સૂરિની આજ્ઞા મળતાં જેસિંઘકુમારની દીક્ષાનું તાકીદ મુહૂર્ત લેવામાં આવ્યું. બધે વીજળી વેગે સમાચાર ફેલાઈ ગયા. જેસિંઘકુમારને આ વાતની જાણ થતાં જ તેણે આ નિર્ણય સામે પોતાનો વિરોધ જાહેર કર્યો. સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં!!
જેસિંઘકુમારે પિતાને મત સ્પષ્ટ કરતાં જણાવ્યું કે ગાદીએ તે મોટાભાઈ ભાગ્યસાગરજી શોભે. ખૂબ રકઝક ચાલી. શ્રીસંઘ અને સૂરિએ સમજાવ્યા કેઃ ગાદીને હમણું પ્રશ્ન જ
ક્યાં છે? અમારે તો માત્ર તમને દીક્ષા જ આપવાની છે” સૂરિએ વિશેષમાં ફરમાવ્યું કે “મારે તે તને દીક્ષિત થયેલ જોઈને જ જવું છે!” કિન્તુ વિનયપરાયણ બાળકે તેમને નમ્રતાપૂર્વક પણ દઢતાથી વિરોધ કર્યો. ગુરુને પિત્તો ઉછળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com