________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ ગુસ્સામાં કદી નહીં અને ત્યારે તેઓ ઉપાલંભ ભર્યા શબ્દોમાં ગાજી ઉઠ્યા. “ત્યારે શું સમજી આટલાં વર્ષ અહીં રહ્યા? પાઘડી પહેરી ફરવા ?” ગુરુદેવ વેદનાની વિહળતામાં વિહવળી હતા. શ્રાવક સમુદાય આવક બની ગયે.
જેસિંઘકુમાર ગુરુના ચરણે માથું નમાવી છે કે બાપુ! આપણા શાસ્ત્રોમાં ત્યાગ કહ્યો છે તે કેમ સાધી શકાય? આ ત્યાગ વિશે આપે મને ઘણું ઘણું સમજાવ્યું છે, તેવી સંવિજ્ઞ પક્ષીય દીક્ષા મને અપાવે અને ગાદી મોટાભાઈ ભાગ્યસાગરજીને સંપાય એવી આજ્ઞા ફરમા !”
ગુરુએ જનક વિદેહીને દાખલો આપીને ધર્મરાજ તરીકેની જવાબદારી ઉઠાવવા પ્રેમભરી વાણીથી સમજાવ્યું. તેમની દર્દભરી વાણુંના પ્રભાવથી જેસિંઘકુમારની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. જનક વિદેહીના દ્રષ્ટાંતે તેના મન પર ઘણી અસર કરી. તે મૌન બની ગયે. વિરોધ ન ઉચ્ચારી શક્યો. શિષ્ય સમ્મતિ આપી છે એવી ચેષ્ટા સહિત સૂરિની ય બોલાવવામાં આવી. જેસિંઘકુમાર અવાક બની આ બધું જોઈ જ રહ્યો. ગુરુને દુઃખ ઉપજાવાની તે હિંમત ન કરી શકો.
પરિસ્થિતિ અનુસાર સૂરિ અને શ્રીસંઘે દીક્ષાવિધિ અતિ સાદાઈથી અને તાકીદે સમેટવા બનતું કર્યું. વિ. સં. ૧૯૪૮ ના મહા વદિ ૧૧ ના દિને નાના સમારંભ પૂર્વક દીક્ષા ઉત્સવ થયો. જેસિંઘકુમારે હવે જિનેન્દ્રસાગરજી તરીકે નવું જીવન ધારણ કર્યું. સૂરિની મુખમુદ્રા પર સંતોષની આભા ચમકી. સકળ સંઘ આ પ્રસંગથી હરખાયે.
સૂરિની માંદગી વધતી ચાલી. અંતિમ દિવસની એક પળે સૂરિએ જિનેન્દ્રસાગરજીને પિતાની શય્યા પાસે બેલાવી
ગાદી સ્વીકારવાને અબોલ કલ તેમણે લઈ લીધે. સૂરિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com