________________
૧૦ ]
કરછના તિર્ધર આચાર્ય એમની હાજરીમાં જ તેઓએ કરેલ ગાદીને સ્વીકાર શ્રીસંઘ સમક્ષ અને શિષ્યવર્ગ સમક્ષ જાહેર કર્યો. એ પછી વિ. સં. ૧૯૪૮ ના ફાગણ શુદિ ૩ ને બુધવારે સૂરિ દિવંગત થયા જિનેન્દ્રસાગરજીને ગુરુની ચિર વિદાયથી વજાઘાત થયે. બાર વર્ષમાં એમણે એક દિવસ પણ ગુરુવિરહ અનુભવેલો નહિ, એટલે શેક કેમે કરી ટાન્ય ન ટળે. આવી પરિસ્થિતિમાં ગાદીસ્વીકારને પ્રશ્ન દૂર ઠેલાતે ગયે. આખરે પાંચ મહિને શ્રાવણ સુદિ ૧૦ ને બુધવારના દિને ગચ્છાધિપતિની ગાદીએ બિરાજમાન કરવાને પટોત્સવ થઈ શક્યો. મુંબઈમાં એ મહોત્સવ અપૂર્વ રીતે ઉજવાયે. અનેક ગામના સંઘે એ ભવ્ય પ્રસંગે ઉપસ્થિત રહેલા. મુંબઈમાં ગચ્છનાયકના પટોત્સવને એ સૌ પ્રથમ પ્રસંગ હતું. આગળ જણાવાઈ ગયું તેમ દશા એસવાળ જ્ઞાતિની એ સમયે આબાદી ચરમ સિમાએ હતી. એ જ્ઞાતિની જાહોજલાલી અને અંચલગચ્છની ગાદીને જેમાં આપે એવા અદ્દભૂત મહોત્સવને માણવાનું મુંબઈ સાક્ષી બન્યું.
હવે જિનેન્દ્રસાગરસૂરિ પર અનેક જવાબદારીઓ આવી પડી. એ વખતની દમામદાર સાહેબી, શહેનશાહી ગાદીના ઠાઠ, સંઘનું અજોડ સન્માન-એ બધું પ્રાપ્ત થયું, કિન્તુ ચરિત્રનાયક તેમાં કદી અંજાયા કે લેપાયા નહિ. એમનો સ્વભાવ જ અધ્યયન-ચિન્તનશીલ હતો. એટલે ગચ્છાધિપતિની ભારે જવાબદારીઓ વચ્ચે પણ વિવિધ વિષયેનું એમનું અધ્યયન ચાલું જ રહ્યું. શાસ્ત્રી અમીચંદજી પંજાબી સૂરિની સાથે જ રહેતા હતા. પરંતુ વિવેકસાગરસૂરિની વિદ્યમાનતામાં જે હળ વાશ હતી એ હવે ક્યાંથી મળે?
થોડેઘણે અંશે એમના હૃદયની સરળતા પણ કારણભૂત બનતી. એમની ધર્મ–પર્ષદામાં સામાન્યમાં સામાન્ય માણસને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com