________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
[ ૧૧
પણ સ્થાન હતું. સૂરિએ પહેરેગીરોને સાફ આજ્ઞા ફરમાવેલી કે કોઈપણ પુરુષને મારી પાસે આવતા અટકાવે નહિ. આમ વૈભવ અને વિદ્વત્તાના ઢગની નીચે છુપાયેલું સૂરિનું જીવન એ સંત કેટીનું જીવન હતું. બીજા શબ્દોમાં કહીએ તે જનક વિદેહીના જીવનને ઝાંખી કરાવતું એમનું જીવન હતું. એમને ઊર્ધ્વ સ્થાન તેમ જ અલૌકિક પ્રભાવ પ્રાપ્ત હેવા છતાં એમનું મન અંદરથી અટુલાપણું, એકત્ત્વ અને અલિપ્તતા સદૈવ ઝંખતું હતું. ગચ્છાધિપતિના નિષ્ઠ જીવનનું એ જ રહસ્ય હતું.
જિનેન્દ્રસાગરસૂરિ અંતર્મુખ જીવનને માર્ગ અપનાવવા મથતા હતા, ત્યારે બાહ્ય પરિબળો એમને બહિર્મુખ રાહ પર ખેંચી રહ્યા હતા. એમના જીવન માટે બે પ્રબળ સંકલ્પે ખડા થયા. વિચિત્રતા એ હતી કે બન્ને વિરોધાભાસી સંક૯પ હતા એક તરફ ગચ્છાધિપતિના દોરદમામને આકષી શકે એવું વ્યક્તિત્વ હતું અને બીજી તરફ હૃદયની અલી.
સા ભેગનિષ્ઠ જીવન તરફ બન્ને વચ્ચે ઉગ્ર ઘર્ષણ ચાલ્યું. ખૂબ મનોમંથન થયુ. તણખા ઝર્યા પ્રસંગેની હારમાળા રચાતી ગઈ ચરિત્રનાયક કોઈ એક રાહ અપનાવી લે એ પહેલાં ખૂબ ખૂબ સ્વસ્થતા મેળવવા ચાહતા હતા. પરંતુ એ શકય ન બન્યું.
એક દિવસની વાત છે. પર્યુષણ પર્વની વ્યાખ્યાન સભાને અગાઉથી ઝઘડતા બે જ્ઞાતિ–પક્ષોએ નિમિત્ત બનાવી અને ઝઘડા વ્યાખ્યાન-સભા લગી આવી પહોંચ્યું. સૂરિને કે પક્ષના સાધન કે નિમિત્ત બનવાનું ન રુચ્યું. બન્ને પક્ષે આપમેળે સમજી લે તે જૂદી વાત હતી પણ તેમણે તે
ખુદ ગચ્છનાયકને પણ સંડોવાવું પડે એવી પરિસ્થિતિ ખડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com