________________
[૪]
ઊભી સોરઠનો સંઘવી બે પુત્રવધૂઓનાં નામ પ્રાયઃ અનુક્રમે આ પ્રમાણે છે. અમર, આણંદી, જીવી, કેસર, રાજબાઈ, કામિની, તે પૈકી નાની વહૂ ચતુર અને સુજાણ હતાં. એ ઉપરાંત રાસમાં સાકરબાઈ, ધર્મદાસ પારેખની પત્ની મૂલી, નાનજી પારેખની પત્ની નવરંગદેનાં નામે પણ છે. આ હતે લીલાધર પારેખને કુટુંબ-પરિવાર.
એક દિવસે ગુરુએ વ્યાખ્યાનમાં ભરત ચક્રવર્તિના સંઘનું વર્ણન વ્યાખ્યાનમાં કર્યું. ગુરુના મુખથી સંઘનું વર્ણન સાંભબીને લીલાધર શાહને પણ ભરત ચકવતિના સંઘ જેવા સંઘ કાઢવાની મહત્ત્વાકાંક્ષા જાગી.
એમણે પિતાને મરથ પિતાના પરિવારને જણાવ્યું. સૌને એમને વિચાર ગમે. રાધનપુરમાં બિરાજતા અંચલગચ્છાધિપતિ કલ્યાણસાગરસૂરિને તેમણે પત્ર લખીને તેડાવ્યા.
સૂરિએ રાધનપુરના સંઘને પત્ર વંચાવ્ય. સંઘને પણ નિમંત્રણ હતું. સૌ હર્ષિત થયાં. ચાતુર્માસ પૂર્ણ થતાં રાધનપુરના સંઘ સહિત કલ્યાણસાગરસૂરિએ શ્રી ગોડી પાર્શ્વનાથજીની યાત્રા કરી. ગચ્છનાયકે ત્રણ એકાસણું અને એક પહોરનું કાઉસગ્ગ કરીને શ્રી ગોડીજીના ખોળામાં ચિઠ્ઠી મૂકી. કીર્તિસાગરે તે વાંચી સંભળાવી કે-“રંગપૂર્વક ઉત્તમ કાર્ય સિદ્ધ થશે.”
ગચ્છનાયકની આજ્ઞા મળતાં લીલાધર શાહે માણિક્યલાભજીને તથા અમદાવાદના સમસ્ત સંઘને ઊભી સેરઠના સંઘમાં યાત્રાર્થે પધારવા માટે વિનંતી કરી. એમના આગ્રહને સૌએ વધાવ્ય. શાહ વાછડા અને પ્રતાપસી એ બે બંધુઓ જેમણે ત્યાં જિનાલય બંધાવ્યું હતું, સમેત એક અગ્રેસનાં
નામે રાસકારે નિંધ્યાં છે. અમદાવાદના સંઘાગ્રેસર દોસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com