________________
શ્રેછી લીલાધર પારેખ
[ ૩ ] બાળક ઘણે ચતુર હતું. ભણીગણીને તે યૌવનવયે પહોંચ્યું, એટલે માતપિતાએ તેને સારી કન્યા સાથે પરણાવવાનો નિશ્ચય કર્યો. સદ્ભાગ્યે સહિજબાઈ નામની સુલક્ષણા કન્યા એમના ધ્યાનમાં આવતાં લીલાધર શાહનું સગપણ તેણીની સાથે કર્યું. સરખે–સરખી જોડલી થઈ
જસુ પારેખે લીલાધરને ઉત્સાહપૂર્વક સહિજબાઈ સાથે પરણાવ્યું. ધામધૂમથી તેમનાં લગ્ન થયાં. સહિજબાઈ સૌંદર્યમાં ઈન્દ્રાણુ જેવાં હતાં. ઘરનું સૂત્ર ચલાવે એવાં ચતુર હતાં.
લીલાધર શાહને સહિજબાઈથી ગંગાધર નામે પુત્ર થયે. ગંગાધરને એગ્ય વયે ગમતાદેની સાથે પરણાવવામાં આવ્યું. ગંગાધરની દ્વિતીય પત્નીનું નામ ગંગાદે હતું, જેમણે મેહનબાઈ નામે પુત્રી અને સારંગધર નામે પુત્રને જન્મ આપે. એ પછી તેઓ પાટણથી અમદાવાદમાં આવીને કાયમી વસ્યા. અમદાવાદમાં એમના પરિવાર, યશ અને સંપત્તિમાં સવિશેષ વૃદ્ધિ થઈ
રાસકારે લીલાધર શાહના એ પછી થયેલા પુત્રનાં નામ આ પ્રમાણે આપ્યાં છેઃ (૧) પ્રેમજી, (૨) રતનજી, (૩) સમચંદ, (૪) વાઘજી, (૫) રેવાદાસ, અને (૬) મેહનદાસ.
રાસમાં લીલાધર શાહની પાંચ પુત્રીઓ અને બે પુત્રવધૂઓનાં નામે એકી સાથે અપાયાં હેઈને જરા ગેરસમજૂતિ જણાય છે. લીલાધર શાહની માટી પુત્રીનું નામ ધનબાઈ હતું એ સ્પષ્ટ છે. વિ. સં. ૧૭૦૪ ના પિષ શુદિ ૮ ને રવિવારે લીલાધર શાહની પુત્રી ધનબાઈના પઠનાથે “અવંતીસુકુમાલરાસ”ની પ્રત અમદાવાદમાં લિપિકૃત થઈ એમ એ પ્રતની પુષ્પિકા દ્વારા જણાય છે. લીલાધર રાસમાં પણ પુત્રી ધન બાઈ વિશે શંકા રહેતી નથી. એ પછીની ચાર પુત્રી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com