________________
[ 2 ]
ઊભી સેરઠને સંઘવી લીલાધર રાસમાં ચરિત્રનાયકની વંશ-પરંપરા આ પ્રમાણે છેઃ કુળદીપક પંચાયણ પારેખના પુત્ર ભીમસી થયા. તેઓ ઘણું ભદ્રિક અને ગુણવાન હતા. તેમની પત્ની ભરમાદે પતિવ્રતા સ્ત્રી હતી. તેમના બંધુ વિમલસીના પાસવીર અને ધર્મ દાસ નામે બે પુત્રો થયા. પાસવીરના લખમસી અને નાનજી એમ બે પુત્રો થયા. લખમસીને સમરસી અને તેને ધર્મદાસ નામે પુત્ર થયે. ધર્મદાસના છ પુત્રો આ પ્રમાણે થયાઃ કહાનજી, નાનજી, કલ્યાણજી, કપુરચંદ, મેહનજી અને જસુ, જે પૈકી જસુ પુણ્યવાન હતા. પિતાનાં સુકૃત્યોથી તેમને યશ બધે વિસ્તર્યો હતો.
જસુ પારેખની દેવલદે અને રહિયા નામે બે પત્નીઓ હતી. દેવલદેથી તેને વિદ્યાધર નામે પુત્ર થયો. તેને સાહિબદે નામની કન્યા સાથે પરણાવ્યું હતું. વિદ્યાધરને ધનજી, કલ્યાણજી અને ઇન્દ્રજી નામના ત્રણ પુત્રો અને હરિબાઈ નામે પુત્રી થયાં. એના ત્રણેય પુત્રની પત્નીએ અનુક્રમે આ પ્રમાણે હતીઃ સુલતાનદે, કલ્યાણદ અને વાંછી.
જસુ પારેખની દ્વિતીય પત્નીનું નામ રહિયા હતું. તે સ્વરૂપવાન, શીલવતી તેમ જ પતિપ્રિયા હતી. રહિયાએ બાળક લીલાધરને જન્મ આપે. બાળકની બાલસુભગ કિડાથી તેનું લીલાધર નામાભિકરણ થયું એમ રાસકાર વર્ણવે છે. તેના જન્મથી જસુ પારેખના કુટુંબમાં આનંદ-મંગળ વત્યું. લીલાધર ગર્ભશ્રીમંત કુટુંબમાં અવતર્યો હોવાથી તેનું લાલનપાલન સારી રીતે થયું.
બાળક પાંચ વર્ષને થયે એટલે તેને અભ્યાસ કરાવવા ગુરુ પાસે મોકલવામાં આવ્યું. વિવિધ વિષયનું જ્ઞાન તેણે
પ્રાપ્ત કર્યું. અંકશાસ્ત્રમાં તેણે સવિશેષ અભિરુચિ દાખવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com