________________
ઊભી સેરઠને સંઘવી શ્રેષ્ઠી લીલાધર પારેખ
શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોના સંઘે કાઢનાર અનેક નીકળ્યા છે, કિન્તુ ઊભી સેરઠને સંઘ કાઢનાર તે વિરલા જ છે ઊભી સેરઠને એટલે સમગ્ર સૌરાષ્ટ્રને આવરી લેતે સંઘ. આ સંઘ કાઢનારાઓની પ્રથમ હરોળમાં લીલાધર શાહ બિરાજે છે. “લીલાધર સંઘવીને રાસ” માં કવિ સૌભાગ્યસાગરજી એમને “ઊભી સેરઠને સંઘવી–શિરોમણિ” કહીને ખૂબ ખૂબ બિરદાવે છે તે યોગ્ય જ છે. એમના સુપુત્રોએ શ્રા ગોડીજી, આબૂ વગેરેને સંઘ કાઢીને ચરિત્રનાયકના પરિવારની ધાર્મિક કારકિર્દીમાં નવું છેગું ઊમેર્યું. અંચલગચ્છની તવારીખમાં આ સંઘને શકવતિ ઘટનારૂપે નવાજી શકાય.
મૂળ તેઓ પાટણના વતની. ભટ્ટ-ગ્રન્થમાં તેમને એશવાળ વંશીય, વડેરા ગોત્રીય કહ્યા છે. કુટુંબ-પરંપરાને વ્યવસાય ઝવેરાતને એટલે પારેખ એડકથી ઓળખાયા. પાટણની ઉતરતી અને અમદાવાદની ચડતી કળા જોઈને એમના કુટુંબે પાટણ છેડીને વ્યવસાયાર્થે અમદાવાદમાં કાયમી વસવાટ કર્યો.
ભટ્ટ-ગ્રન્થોમાં એમના વંશના આદ્ય પુરુષ વિશે વિસ્તારથી ઉલ્લેખ છે. મૂળ તેઓ પરમારવંશીય ક્ષત્રિય. એમના પૂર્વજ રાવ સેમકરણ ભિન્નમાલના રાજવી હતા. વિ. સં. ૧૦૦૭ માં અંચલગચ્છની વલ્લભી શાખાના આચાર્યપ્રવર જયપ્રભસૂરિએ તેમને પ્રતિબંધીને જેનધમ કરેલા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com