SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગેડી જીતીર્થ–સંસ્થાપક ધિપતિ મેરૂતુંગસૂરિ પાટણમાં બિરાજતા હતા. મેઘા શાહે તેમને તે પ્રતિમા બતાવીને બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. મેરૂતુંગસૂરિ પ્રતિમાજીના દર્શન કરીને હર્ષિત થયા. તેમણે મેઘા શાહને કહ્યું કે “આ શ્રી ગોડીજીપાર્શ્વનાથજીની મહા પ્રભાવક પ્રાચીન પ્રતિમા છે. તેને તમારા પારકર દેશમાં લઈ જાઓ. ત્યાં પ્રાસાદ બંધાવીને આ પ્રતિમાજીનું સ્થાપન કરવાથી તે અતિશયવંત તીર્થરૂપ થશે.” મેરૂતુંગસૂરિની પ્રેરણાથી મેઘા શાહ તે પ્રતિમાજીને પોતાના વતનમાં વિ. સં. ૧૪૭૦ માં લાવ્યા. એ વખતે મેઘા શાહના મનમાં અનેક ઉમેદે હતી. ઉક્ત ચઢાળિયામાં એવું વર્ણન છે કે મેઘા શાહે તે પ્રતિમાને રૂની ગાંસડીમાં મૂકાવેલી. રાધનપુર થઈને મેઘા શાહ પોઠો ઉપર બધે માલ ભરીને પિતાના વતન ભણે હર્ષભેર પ્રયાણ કરે છે. માર્ગમાં ચમત્કારિક પ્રતિમાજીના પ્રભાવથી તેની પિઠોને કઈ ગણું શક્યું નહિ. મતલબ કે એને ક્યાંયે દાણ ભરવું પડયું નહિ! ઘેર પહોંચતાં કાજલ શાહે બધે હિસાબ માગ્યા. મેઘા શાહે બધો હિસાબ આપીને પ્રતિમા મેળવવા માટે ખરચેલી રકમ પિતાને ખાતે માંડવાનું કહે છે. કાજલ શાહને પ્રતિમા ગમી જતાં તેને પોતાની પાસે રાખવાની તેને ઈચ્છા જાગેલી. આ પ્રભાવક પ્રતિમાની વાત થોડા દિવસમાં જ સમગ્ર પારકરમાં ફેલાઈ ગઈ હોવાથી અનેક લેકે પ્રતિમાજીના દર્શનાર્થે આવવા લાગ્યા. મેઘા શાહે પ્રતિમાજીને પોતાના ઘરમાં જ સ્થાપ્યાં હતાં, જે એક તીર્થમાં ફેરવાઈ ગયું. આમ મેઘા શાહની કીર્તિ પ્રતિદિન વધતી ચાલી કાજલ શાહથી આ સહન ન થઈ શકયું. મેઘા શાહ અને કાજલ શાહ વચ્ચે અંટસ જાગી. પહેલા જેવો સ્નેહભાવ ન રહેતાં નોકર–શેઠ જેવા સધં બંને નાતે તેઓ વહેવાર કરવા લાગ્યા. કાજલ શાહે આથિંક દબાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com લે પ્રતિદિન વહ અને કલેકટર શેડ જેક દબાણ
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy