________________
મિઠડીઆ મેઘા શાહ
| [ ૭
હેઠળ મેઘા શાહને ખૂબ ખૂબ સમજાવ્યા. પણ તેઓ એકના બે ન થયા. બન્ને વચ્ચેની રકઝકે તકરારનું રૂપ લીધું. કાજલ શાહને પ્રતિમાજીને પોતાની પાસે રાખવાની ઘણી ઈચ્છા હતી, પણ મેઘા શાહની મક્કમતા પાસે કાંઈ ચાલી શક્યું નહિ. તેથી તેને મેઘા શાહ સાથે વેર બંધાયું. બાર વર્ષો સુધી આમ ચાલ્યું. એ દરમિયાન મેઘા શાહને મઈએ અને મહેર નામે બે પુત્રે પણ થયા.
કાજલ શાહ પારકરના ધનાઢ્ય વેપારી હતા. વળી રાજ્યમાં મંત્રીપદે પણ હતા. આવી પ્રભાવશાળી વ્યક્તિ સાથે વેર બંધાયું હેવાથી અહીં સુખશાંતિથી હવે ઝાઝું રહી શકાશે નહિ એમ વિચારીને મેઘા શાહે ત્યાંથી ઉચાળા ભરવાનું નક્કી કરી નાખ્યું. એ સમયે મેઘા શાહની આર્થિક સ્થિતિ સારી કહી શકાય એવી નહતી. છતાં એમના આદર્શો ઊંચા હતા. એમના જીવનમાં એક જ મહેચ્છા હતી અને તે શ્રી ગેડી જીતીર્થ– સ્થાપનાની. મહિમાનિધિ મેરૂતુંગસૂરિના શબ્દ તે ભૂલી શકે એમ નહોતે આ કાર્યમાં એ યુગપ્રધાન આચાર્યના આશીર્વાદ પણ તેને મળ્યા હતા.
પ્રમાણગ્રન્થમાં ઉલ્લેખ છે કે એક રાતે શ્રી ગોડીજીની પ્રભાવક પ્રતિમાજીને અજાણ્યા સ્થળે લઈ જવાનું મેઘા શાહને સ્વપ્નમાં સૂચન મળ્યું અને તે અનુસાર એમણે સવારે વહેલા ઉઠીને એક વહેલમાં તે પ્રતિમાને પધરાવી, વહેલને બે નવાં વાછરડાં જોતરી અજાણ્યા સ્થળ તરફ જવા પ્રયાણ આદર્યું. મેઘા શાહ આગળ વધતાં ડાબા થલમાં જઈ પહોંચ્યા. ત્યાં ચારે બાજુએ નિર્જન વેરાન હતું. ત્યાં તેમણે સ્વપ્નના સંકેતાનુસાર ગોડીપુરનગર વસાવ્યું. ત્યાં મીઠા પાણીને કૂવો નીકળે. ખેદકામ કરતાં મીઠા આંકડા નીચેથી મેઘા શાહને ધનનું મોટું નિધાન પ્રાપ્ત થયું. ત્યાં ગહ્લીનું શુભ ચિહ્ન હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com