________________
શ્રી ગેડીજીતીર્થ–સંસ્થાપક - મેઘા શાહે તે સ્થાને જ સ્વપ્નમાં મળેલા સૂચન અનુસાર જિનપ્રાસાદને પાયે નાખે. સદ્ભાગ્યે તેની પાસે જ પથ્થરની ખાણ પણ નિકળી જમીનમાંથી એમને ઘણું ધન પ્રાપ્ત થયું હોવાથી હવે એમને આર્થિક સંકડામણ નહતી. સિરોહીના સલાટે જિનપ્રાસાદનું કામ ભક્તિથી ઉપાડી લીધું. મેઘા શાહની કીર્તિ ચારે તરફ ફેલાવા લાગી. આથી કાજલ શાહની ઈર્ષ્યા બેવડાઈ
મઘા શાહે જ્યાં જિનપ્રાસાદને પાયે નાખે ત્યાં વેરાન વગડે જ હતા. એ ભૂમિ પર ઠાકુર ઉદયપાલનું રાજ્યશાસન હતું, ખેતશી લુણાત રાજાનો મંત્રી હતા. મેઘા શાહની કીર્તિ સાંભળીને બેઉએ એમને હૈયાધારણ આપી અને રાજ્ય તરફથી બધી સુવિધાઓ કરાવી આપી. મેઘા શાહને રાજાએ ઘણે સત્કાર કર્યો. એટલે મેઘા શાહને ઉત્સાહ ઘણો વધ્ય. જિનાલયનું ખાતમુહૂર્ત ક્યારે થયું તે વિશે નક્કી જાણ શકાતું નથી. પરંતુ વિ. સં. ૧૪૮૨ માં થયું એ વિશે પ્રમાણ ગ્રન્થમાંથી ઉલ્લેખ મળી આવે છે. જિનપ્રાસાદનું મેટા ભાગનું કામ પૂર્ણ થઈ ચૂકયું હતું ત્યાં જ મેઘા શાહનું વિ. સં. ૧૪૯૪ માં અકાળ મૃત્યુ થયું. એમનું મૃત્યુ કાજલ શાહના કપટથી થયું એવા ઉલ્લેખ પણ મળે છે. કાજલ શાહે પિતાની પુત્રીના લગ્નમાં મેઘા શાહના આખા કુટુંબને પિતાને ત્યાં બેલાવ્યું અને મેઘા શાહને દૂધમાં ઝેર આપીને મારી નંખાવ્યો.
કાજલ શાહે પિતાના બેઉ ભાણેજે મહિયા અને મહેરાને પિતાની પાસે રાખીને જિનપ્રાસાદનું વિશિષ્ટ કાર્ય પુનઃ શરૂ કરાવ્યું. અંચલગરછની મેટી પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે કાજલ શાહે જિનાલયના આગળના ભાગનો રંગમંડપ કરાવી
આપે. જિનાલયને ફરતી ચેવિસ દેવકુલિકાઓ ત્યાંના સંઘે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com