SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ મિઠડીઆ મેઘા શાહ કરાવી પછી તો બીજી દેવકુલિકાઓની પણ રચના થઈ વિ. સં. ૧૪૫ માં કામ સંપૂર્ણ થયું અન્ય પ્રમાણે અનુસાર કામ વિ. સં. ૧૫૧૫ માં પૂર્ણ થયું. કવિ રૂપ કૃત “ગોડી પાર્શ્વનાથ છંદ”ની પ્રતપુમ્બિકામાં આ તીર્થની ઉત્પત્તિ સંબંધમાં મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ છે, જે આ પ્રમાણે છે: “સંવત્ ૧૪૩૧ ફાગણ શુદિ ૨ શુકવારે શ્રી પાટણનગરે શ્રી ગેડીજીની પ્રતિમા શેઠ મિઠડી આ હરા સામેઘા ખેતાણું પ્રતિમા ભરાણી છે. શ્રી આંચલઈ ગછે શ્રી મેરૂતુંગસૂરીઈ પ્રતિષ્ઠિત. સં. ૧૪૫૫ સમૈ ભંડારી. સં. ૧૪૭૦ ગોઠી મેથૈ ખેતાણું પાટણથી પારકર લે આયા. સં. ૧૪૮૨ દેહેર કરાવ્યો. સં. ૧૫૧૫ દેહરે પૂરો થયો. ગોઠી મેહર મેઘાણું ઈંડું ચઢાયે ઇતિ શ્રેય.” ડે. ભાંડારકરે અંચલગચ્છની એક પટ્ટાવલી પિતાના રિપોર્ટમાં પ્રકાશિત કરી છે, તેમાં પણ આ તીર્થના સંબંધમાં મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ છેઃ “વિ. ૧૪૩૨ ગોડી પાર્શ્વનાથબિંબ પ્રતિષ્ઠા અભસિંહસૂરીણા પત્તને અંચલગણે. વેટ ખેતાકેન. તદનું વિકમાત્ ૧૪૩૫ ગઠી મેવાકેન ગડાગ્રામે સ્થાપિત સ્વનામ્ના” (જુઓ: “અંચલગચ્છ-દિગ્દર્શન” પૃ. ૧૮૯) પરિશિષ્ટમાં આપેલ ચઢાળિયા દ્વારા જાણી શકાય છે કે શિખર ઉપર ધ્વજારોપણ કરતી વખતે કાજલ શાહ અને મેઘા શાહના પુત્ર મેહરા વચ્ચે કલેશ થયા. ધ્વજારોપણ કરવાના કાજલ શાહના કેડ પણ પૂરા થયા નહિ. અન્ય પ્રમાણોમાં એ ઉલ્લેખ છે કે કાજલ શાહે મૂલનાયકજીના બિંબની પ્રતિષ્ઠા કરાવી અને મેહરાએ ધ્વજારોપણ કર્યું. એ પછી કાજલ શાહે શ્રી શત્રુંજય અને ગિરનાર તીર્થને છરી પાળતો સંઘ કાઢ્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy