________________
[ ૫
માં આ પ્રતિમા છે ગાડી પાક લવચ ધાત્મિક શા
મિઠડીઆ મેઘા શાહ કાપડ, અનાજ-કરીઆણુ, તથા ઘર-વપરાશની ચીજ-વસ્તુઓ આદિની ખરીદી કરી. એક દિવસ રાત્રે તેને સ્વપ્નમાં સૂચન મળ્યું કે “અહીંના સૂબા હસનખાન(હીસાયુદ્દીન)ને ત્યાં જિન-પ્રતિમા છે, તેને દામ આપીને તું લઈ લેજે” મેઘા શાહે સ્વમાનુસાર ૧૨૫ કન્મ-અથવા ૫૦૦ દેકડા આપીને તે પ્રતિમાને મેળવી લીધી.
અંચલગચ્છાધિપતિ અમરસાગરસૂરિના આધ્યાત્મિક શાસનમાં વાચક લક્ષ્મીચંદ્રના શિષ્ય લાવણ્યચંદ્ર વિ સં. ૧૭૩૪ ની આસપાસ “શ્રી ગેડીપાર્શ્વનાથ ચેઢાળિયું” રચ્યું છે. તેમાં આ પ્રતિમા વિશે એવું જણાવાયું છે કે અંચલગચ્છાચાર્ય અભયસિંહસૂરિના ઉપદેશથી મેઘા શાહના પિતા ખેતા શાહે વિ. સં. ૧૪૩૨ ના ફાગણ શુદિ ૨ ને શુક્રવારે પાટણમાં શ્રી ગેડીપાર્શ્વનાથની પ્રતિમાની ઘણું ધન ખરચીને ઉત્સાહપૂર્વક પ્રતિષ્ઠા કરાવી હતી. તે વખતે મુસલમાનેન ઝનૂની આક્રમણના ભયને લીધે તે પ્રતિમાને વિ. સં. ૧૪૪૫ માં જમીનમાં ભંડારી દેવામાં આવેલી. વિ સં. ૧૪૬૫ માં હુસેનખાન નામના સરદારે પાટણ સર કર્યું. તેની ઘડસારમાં ખીલે ખેડાવા જતાં તે પ્રતિમાજી પ્રકટ થયાં. પ્રતિમાજીની સુંદરતા જોઈને હુસેનખાન પ્રભાવિત થયે. તેણે તેને પિતાના મહેલમાં મૂકાવી. તેની બીબી, જે મૂળ જૈન વણિકની કન્યા હતી, તે તેનું પૂજન કરવા લાગી. આ રીતે ઠેઠ વિ. સં. ૧૪૭૦ સુધી તે પ્રતિમાજી હુસેનખાનના મહેલમાં પૂજાતાં રહ્યાં.
અંચલગચ્છની મોટી પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે શ્રી પાર્શ્વનાથજીના અધિષ્ઠાયકે હસનખાનને પણ સ્વમમાં સૂચવ્યું કે તારે તે પ્રતિમાજીને સવાસો કમ્મ લઈને મેઘા શાહને આપવી. પ્રભાતે મેઘા શાહ પોતાને મળેલા સ્વપ્ન–સંકેત અનુ
સાર તે પ્રતિમાજીને પ્રાપ્ત કરી લીધી. એ સમયે અંચલગચ્છાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com