________________
૪]
શ્રી ગેડી જીતીર્થ–સંસ્થાપક આવા સમૃદ્ધ પ્રદેશને મુસલમાન શાસકો ઘેરી વળ્યા અને તેને છિન્નભિન્ન કરી દીધે. વિક્રમના પંદરમા–સોળમા સૈકામાં આઠેક હજાર ગામેની સંખ્યા ધરાવતે આ પ્રદેશ સેળમાં સૈકાના અંતિમ ચરણમાં માત્ર ૧૪૦ ગામોને જ પ્રદેશ બની ગયો !! આજની વાત કરીએ તો ભારતના નકશામાંથી ભૂંસાઈને તે પાકીસ્તાનની ગોદમાં ભરાઈ બેઠું છે. ગયે વર્ષે ભારત અને પાકીસ્તાન વચ્ચે યુદ્ધ ખેડાતાં નગરપારકરને ભારતના જવાનોએ જીતી લીધું. પરંતુ સમાધાન થતાં પુનઃ તે પાકીસ્તાનને સંપાઈ ગયું !! આટલી સામાજિક તથા રાજકીય ઉથલપાથલ ભાગ્યે જ અન્ય કે પ્રદેશે જોઈ હશે.
ટૂંકમાં, પારકરમાં હિન્દુસત્તાનો સૂરજ તપતો હતો ત્યારની આ વાત છે. મુસલમાનના આક્રમણથી બચવા ત્યાંના એસવાળે કચ્છ તરફ નાસી છૂટ્યા એ પહેલાના સૈકાની સેનેરી તવારીખનું અહીં ઉજળું પાનું તપાસીએ અગાઉ જણાવી ગયા તેમ પારકરમાં રાણ ખેંગાર રાજ્ય કરતા હતા. તેના પ્રધાન તરીકે ઉક્ત કાજલ શાહ નિયુક્ત થયેલા. કાજલ શાહ પારકરના ધનાઢ્ય વેપારી પણ હતા. તેમણે પિતાના બનેવી મેઘા શાહને પિતાની પાસે નેકરીમાં રાખેલા. તેમને પાટણ સાથે માટે વેપાર હેઈને મેઘા શાહને પાટણ પણ જવું પડતું. પાટણમાં આ કુટુંબ ઘણું રહેલું એવા ઉલ્લેખો પણ મળે છે. આગળ જણાવી ગયા તેમ પાટણમાં અનેક સ્થાનોના લેકે વસતા અને વેપાર કરતા. ભારતનાં અનેક નગરો સાથે પાટણ વેપાર કડીથી સંકડાયેલું હતું.
મંત્રી કાજલ શાહને તેના બનેવી મેઘા શાહ સાથે ઘણો મનમેળ હતે. સ્નેહભાવમાં શેઠ–નેકર જે સંબંધ ન રહે એ સ્વાભાવિક છે. એકવાર મેઘા શાહ કાજલ શાહ પાસેથી પૈસાની મદદ લઈને પાટણમાં વ્યાપારાર્થે ગયા. પાટણમાં તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com