________________
ચારધારશે અથાગ નાસી ગર
શ્રેષ્ઠી લીલાધર પારેખ
[ ૧૭ ] પાંચમે દિવસે દીવથી વિદાય લીધી ત્યારે માર્ગમાં હથિચારધારી લુટારાઓ સામે મળ્યા. સંઘના સશસ્ત્ર સુભટો અને લૂટારાઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં સંઘપતિના પક્ષને વિજય થયે અને લૂટારાઓ નાસી ગયા.
વહાણમાં સંઘ કોડીનાર આવ્યા. દેવદર્શનાદિ કરીને ત્યાંથી સૌ દેવકુલપાટક પહોંચ્યા. આ તીર્થમાં એક દિવસને મુકામ કરીને શ્રી કુમકુમરોલ અને શ્રી દાદા પાર્શ્વનાથ પ્રભુ સમેત સર્વ દેવેને ભેટયા. સંઘપતિએ શ્રીફળની લહાણી કરી.
સ્થાનિક સંઘે તેમને ઘણું માન આપ્યું. ઉક્ત લહુજી અને વાઘજીએ બે શેર ખાંડની લહાણું કરી.
ત્યાંથી વેરાવળ, ચોરવાડ, માંગરોળ, વગેરે સ્થાનમાં દેને ભેટતે સંઘ ગિરનાર તીર્થમાં આવી પહોંચે. રાસકારે ગિરિ ઉપરનાં સ્થાપત્યનું વિગતવાર વર્ણન કર્યું છે, જે દ્વારા તત્કાલીન ગિરનારજીનું ચિત્ર ઉપલબ્ધ થઈ શકે છે. પહાડ ઉપર પાંચ પાંડવની દેરીઓ આવે છે. પાવડીઓ, પરબ પણ છે. સુયાવડી પરબ પાસે સંઘે વિસામો લીધો. પળમાં ગણેશજી, હનુમાન વગેરે દેવે છે. આગળ ચાલતાં જમણું બાજુએ રહનેમિ, વિધિ પક્ષવસહી, મેલકવસહી, ખરતરવસહી, અબુદજી વગેરેને ભેટીને સંઘ આગળ ચાલ્યા. ગણધરનાં પગલાં પૂજીને સંઘપતિ તીર્થનાયક શ્રી નેમિનાથજીના મુખ્ય મંદિરમાં આવી પહોંચ્યા. ભેંયરાઓ અને બાવન દેવકુલિકાઓ યુક્ત મૂળ ટૂંક ભવ્ય લાગે છે. ત્યાં સંઘપતિએ આંગી રચાવી. મહોત્સવપૂર્વક તીર્થયાત્રા કરીને તેમણે જીવન કૃતાર્થ કર્યું. ત્યાંથી સંઘે ગજપદ કુંડ નીરખીને સહસાવનમાં આવીને દેવને જુહાર્યા. આ રીતે ગિરનારજીની યાત્રા પણ સંપન્ન થઈ.
બીજે દિવસે જૂનાગઢમાં ચૈત્યપરિપાટી કરીને સંઘપતિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com