________________
[ ૧૪ ]
ઊભી સારના સંધવી
સંઘ સહિત સર્વે જિનાલયેાનાં દર્શન કર્યાં અને સ્વામીવાત્સલ્ય કર્યુ. માંગજી દવેએ સંઘપતિને ભાવિ તીથ કર શ્રીકૃષ્ણની વાત યુક્તિપૂર્વક કહી અને દ્વારિકાતીના દનની ચ્છિા વ્યક્ત કરી. સંઘપતિએ એમની વાતથી પ્રસન્ન થઈને બધી સુવિધાઓ કરી આપી, અને જામનગરમાં મળવાનું જણાવ્યું.
જજૂનાગઢના નવામને સ ંઘપતિ મળ્યા અને તેમને કિંમતી ભેટટુ યુ'. અમદાવાદના સૂબાએ લખી આપેલું ફરમાન વાંચીને નવાબ ઘણા ખુશ થયા. સંઘપતિને ઘણું માન આપીને તેણે વિદાય કર્યો. જાનાગઢથી સંઘ જામનગર તરફ આગળ વધ્યા.
સઘનગરમાં આવી પહેાંચતાં જામ રણમલે કામદાર તથા જામનગરના સધાગ્રણીઓ સહિત સંઘનું ઉમળકાભેર સામૈયુ કર્યુ.. જામનગરમાં રાજસી શાહે વમાન-પદ્મસિંહ શાહ કારિત ભવ્ય જિનપ્રાસાદેાનાં દશન કરીને સંઘ પાવન થયેા. કરમશી શાહે સંઘને ભેાજનાથે નિમંત્રણ આપીને મિષ્ટાન્ન ભાજન કરાવ્યું. શ્રીવંત ધારા શાહે પણ સધવાત્સલ્ય કર્યું. રણમલ, સહદેસી, મૂલા વગેરે શ્રેષ્ઠીવર્ચીએ સંધભક્તિ કરી. ત્યાંના પટ્ટણીએએ પણ સ્વામીવાત્સલ્ય કર્યું. મત્રી આણુ દે શેર ખાંડની તથા કલ્યાણ શાહે અડધી યામીની લહાણ કરી. સંઘપતિ લીલાધર શાહે પણ પ્રભાવનાદિ કાર્યો કર્યાં.
સંઘપતિ જામ રણમલજીને મળ્યા અને કિંમતી જરકસી વસ્ત્રા વગેરેનુ' ભેટછું ધર્યું. રાજાએ ખુશ થઈને સંઘપતિના આદર-સત્કાર કર્યાં, શાલ તથા કચ્છી ઘેાડા વગેરે ભેટ આપ્યાં. સ ંઘે ત્યાં ચૌદ દિવસ મુકામ કર્યાં. એ દરમિયાન માંગજી દવે પણ યાત્રા પૂરી કરીને ત્યાં આવી પહેાંચ્યા. સ ંઘે જામનગરથી વિદાય લીધી ત્યારે સ્વયં જામનરેશ્વર પણ ઉપસ્થિત રહેલા.
સોંઘ પાછે વળતાં માગ માં સ્થાને સ્થાને તીથંકર દેવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com