________________
શ્રેષ્ઠી લીલાધર પારેખ
[ ૧૫ ] જુહારતે અનુક્રમે શંખેશ્વરમાં આવી પહોંચે. પ્રતાપસીએ સંઘ-વાત્સલ્ય કર્યું. તીર્થયાત્રા પૂરી કરીને સંધ માંડલ આવ્યું. સંધપતિનું ત્યાં શાનદાર સ્વાગત થયું. ત્યાંથી ખરજ, સાણંદ, સરખેજ થઈને સંધ અમદાવાદમાં સેમ-કુશળ આવી પહોંચે. મેટા મેટા શ્રેષ્ઠીવર્યોએ મળીને સંઘનું સામૈયું કર્યું. તરણે, કમાને અને સુશોભન દ્વારા માર્ગોને શણગારવામાં આવ્યા હતા. સંઘપતિ દાનનો પ્રવાહ વહેવડાવતા હતા. એમને જય જયકાર થતો હતો. વાજતે-ગાજતે તેઓ માણેકચોકમાં આવ્યા ત્યારે લેકેના મેટા સમૂહે તેમને વધાવ્યા. ઊભી સેરઠના સંઘવી તરીકે એમણે તિલક ધરાવ્યું હતું.
સંઘવણ સહિજબાઈની પ્રેરણાથી લીલાધર શાહે સ્વામીવાત્સલ્ય ક્ય, ચોર્યાસી ગચ્છના સાધુઓને પ્રતિલાલ્યા, પર્યુષણ પર્વનાં પારણાં કરાવ્યાં અને દુષ્કાળમાં અન્નદાન આપીને અનેકને ઉગાર્યા. સાતે ક્ષેત્રમાં એમણે અઢળક ધન ખરચ્યું. એમની પુત્રી ધનબાઈએ પણ અનેક લહાણે કરી, સંવત્સરી પર્વ પ્રસંગે દાન આપ્યાં. અંચલગચ્છની પટ્ટાવલીમાં લીલાધરે કરેલા ગ્રન્થદ્ધારના કાર્યને પણ ઉલ્લેખ છે.
એ પછી જૈફ ઉંમર જાણીને લીલાધર શાહે કુટુંબીઓ, માંગજી દવે વગેરે સાથે વિચાર-વિમર્શ કરીને વાચક સુખલાભ પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા લીધી પંચમહાવ્રતધારી સાધુ તરીકે સંયમ પાળતાં વિ. સં. ૧૭૧૫ ના ભાદવા શુદિ ૬ ના દિને તેઓ કાળધર્મ પામ્યા. એકવીશ ખંડવાળી માંડવી રચીને એમની શાનદાર અંત્યેષ્ટિ કરવામાં આવી.
એમના પછી એમના પુત્રએ વિ. સં. ૧૭૨૧ ના માગશર શુદિ ૫ ને મંગળવારે શ્રી ગેડીજીને વિશાળ સંઘ કલ્યો, જેમાં અંચલગચ્છાધિપતિ અમરસાગરસૂરિજી ઉપસ્થિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com