________________
[ ૧૬ ]
ઊભી સેરઠને સંઘવી રહેલા. લીલાધર શાહના પુત્ર રતનજી, સોમચંદ, વાઘજી અને રેવાદાસ, તેમજ તેમના કુટુંબીઓ ગુલાલચંદ, હરચંદ, ધમ, મલુકચંદ, નિહાલચંદ વગેરે મોટા સમુદાય સહિત સંઘમાં હતાં. હાથી, ઘેડા, પાલખીઓ વગેરે મેટી સંખ્યામાં હતાં. શંખેશ્વર, રાધનપુર, વગેરે સ્થાનમાં યાત્રાઓ કરી સંધ સેઈ ગામમાં આવ્યો. દાણ દઈને રણમાં ઉતર્યા. પાર કરના રાણાને ભેટતણું ધરીને થલમાં શ્રી ગોડીજીને ભાવથી ભેટ્યા. સંઘપતિએ ત્યાં લહાણે, સંઘવાત્સલ્ય આદિ ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. પાછા વળતાં થરાદ, આબૂ વગેરે તીર્થોની યાત્રા કરતાં સંધપતિ પાટણમાં આવ્યા. ત્યાં પણ સંઘપતિએ લહાણ, સ્વામીવાત્સલ્યાદિ ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. એ પછી સંઘ ક્ષેમકુશળ અમદાવાદમાં આવી પહોંચે ત્યારે તેનું શાનદાર સામૈયું થયું. લીલાધર શાહની જેમ એમના પુત્રએ પણ સવાયા કાર્યો કરીને પિતાનું નામ ચિરસ્થાયિ કર્યું.
લીલાધર શાહને સંઘ અંચલગચ્છની તવારીખમાં આગ અધ્યાય બને એવી ગરિષ્ઠ છે. ઊભી સેરઠના સંઘવી શિરેમણિ તરીકે એમનું નામ સુવર્ણાક્ષરે આલેખાશે. આવા પ્રતાપી પુરુષોએ જ જૈન-સંઘની એકતા ટકાવી રાખી છે અને શાસનમાં નવું જોમ જગાવ્યું છે એની કેણ ના પાડી શકે? એમનાં વિશિષ્ટ સંઘ-
કાએ અંચલગચ્છને તેમ જ જૈન સંઘને સવિશેષ ગૌરવ અપાવ્યું છે. આવા સંઘવી-શિરોમણિ આપણને ફરી ફરી મળે એજ અભ્યર્થના.
-
C
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com