________________
જ્ઞાતિ-શિરોમણિ શેઠ નરસી નાથા
કચ્છી દસા ઓસવાળ જૈન જ્ઞાતિના શિરોમણિ તરીકે લોકોના હૃદયમાં કાયમી સ્થાન પામેલા શેઠ નરસી નાથાનું જીવન-વૃત્ત એટલે જ્ઞાતિ-તર્પણને વિશિષ્ટ અધ્યાય. તેઓ એ જ્ઞાતિની મૂર્તિમંત આકાંક્ષા બન્યા. એમનાં સુકૃત્યે જ્ઞાતિના ભવ્ય પુરુષાર્થ અને પ્રબળ ધર્મપ્રેમનાં પ્રતીક ગણાયાં. એમની સિદ્ધિઓ જ્ઞાતિ મહામૂલા વારસા તરીકે મૂલવાઈ. જ્ઞાતિ પિતાના સર્વાગી વિકાસ માટે એમનું ઋણ સ્વીકારવામાં કૃતકૃત્ય થાય અને પિતાને “શેઠ નરસી નાથાની નાત” તરીકે ઓળખાવવામાં બહુમાન સમજે એમાં નવાઈ શું?
કચ્છી દસા ઓશવાળ જૈન જ્ઞાતીય, નાગડા ગેત્રીય, વિરાણી શાખીય નાથા ભારમલને ઘેર એમની પત્ની માંકબાઈની કૂખે નરસીશાને જન્મ વિ. સં. ૧૮૪૦ માં કચ્છનલિયા ગામમાં થયે. એ વખતે કચ્છમાં મહારાવ રાયધણજીનું રાજ્યશાસન હતું. જમાદાર ફતેહમહમ્મદનાં પરાકમેથી આખું કચ્છ પ્રભાવિત હતું. એ પછી બ્રિટિશ સત્તાને કચ્છમાં અને Pદય થયો.
શેઠ નરસી નાથાના વડદાદા પાલણના વીરે અને તેઓ નામના બે પુત્રો હતા. વીરેના ભારમલ અને એમના હરસી, નાથા અને તેજા એમ ત્રણ પુત્રે થયા. નાથાના બે પુત્રે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com