________________
૨ ]
જ્ઞાતિ–શિરોમણિ પ્રમાણે થયાઃ લખમણ અને નરસી. ચરિત્રનાયકના વડીલબંધુ લખમણ વિષે ઝાઝું જાણી શકાતું નથી. એટલે શક્ય છે કે તેઓ અલ્પજીવી હોય. આ બે ભાઈઓને સારબાઈ નામે એક બહેન હતી, જેનાં લગ્ન સાંધણ નિવાસી શેઠ તેજસી હીરજી ધુલ્લા સાથે થયાં. લગ્ન વખતે તે તેઓ સામાન્ય સ્થિતિના હતા. તેમના પુત્ર માડણ શેઠ પ્રતાપી પુરુષ થઈ ગયા.
માંકબાઈમા બાળક નરસીને શૈશવમાં છેડીને સ્વર્ગ સિદ્ધાવ્યાં હોઈને તેના ઉછેરની બધી જવાબદારી નાથાશા ઉપર આવી પડી. તેઓ ખેતરનું રખેવું કરતા હોઈને બાળક બહુધા વાડીઓ અને ખેતરમાં જ માટે થયે. કુદરતનાં સાન્નિધ્યમાં તે ખડતલ થાય તેમ જ તેમાં નૈસર્ગિક ગુણેનું પણ સિંચન થાય એ સ્વાભાવિક છે. નરસી શેઠના જીવનમાં દષ્ટિગોચર થતાં ઉત્કૃષ્ટ માનવીય ગુણેનાં બીજ આ રીતે રોપાયાં.
તે વખતે કેળવણીનો ખાસ પ્રચાર નહે. કચ્છમાં ગોરજીઓની પિશાળા દ્વારા વિદ્યાપ્રવૃત્તિ ચાલતી. કરછી શ્રાવકો કૃષિકારો હેઈને એ જમાનામાં તેઓ અક્ષરજ્ઞાનથી પ્રાયઃ વંચિત જ રહેવા પામતા બાળક નરસીનું પણ એમ જ થયું. અલબત્ત, પાછળથી લખવા-વાંચવાનું તેમ જ હિસાબકિતાબનું જ્ઞાન તેમણે સ્વાનુભવ પ્રાપ્ત કરેલું. કચ્છમાં રહ્યા
ત્યાં સુધી આર્થિક સ્થિતિ તદ્દન કંગાલ હતી. રખોપું કરીને પિટિયું રળતા. પણ શરીરે ધીંગા. એમની સંપત્તિમાં હતી માત્ર તંદુરસ્તી અને સાહસ-પ્રિયતા
વિ. સં. ૧૮૫૭ માં કચ્છમાં સારો વરસાદ થતાં ઘઉં અને ચણાનો પાક પુષ્કળ થયેલું. એ વખતે બાળક નરસીની ઉંમર સળેક વર્ષની હશે. નલિયાની ઓતરાદી નીચાણવાળી
જમીન, જેને પાછું ભરાઈ રહેવાને કારણે “સર” નામથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com