________________
શેઠ નરશી નાથા ઓળખાવવામાં આવતી, ત્યાંના ખેતરોની તેઓ રખેવાળી કરતા હતા, અને જીવન ગુજારતા હતા.
કચ્છી ભાટીઆઓએ એ અરસામાં મુંબઈમાં પ્રયાણ કરી, ત્યાં વેપાર વિકસાવી અઢળક સંપત્તિ પ્રાપ્ત કરેલી એ વિશે કચ્છમાં ચોરે ને ચૌટે અનેક વાતો સંભળાતી. ભાટીઆઓની સાહસ-કથાઓએનરસીભાઈની મહત્ત્વાકાંક્ષાને પણ જાગ્રત કરી. એમને પણ મુંબઈ જવાના કેડ જાગ્યા. એક દિવસ રાત્રે વાળુપાણું કરીને બાપ-દીકરે વાતે વળગ્યા. દીકરાએ મુંબઈ જવાનો પ્રસ્તાવ મુક્યો પણ બાપે તેને નકાર કર્યો. કેઈને સહારે નહિ, ગાંઠે પૈસે-ટકે ન મળે, વળી બને અજ્ઞાન ઇત્યાદિ વાતો બાપે જણાવી. પરંતુ દીકરે મક્કમ રહ્યો. તેણે જણાવ્યું કે કચ્છમાં જેમ જાત મહેનત કરીએ છીએ તેમ મુંબઈમાં કરશું. અંતે દીકરાની વાત સ્વીકારાઈ અને બાપદીકરાએ મુંબઈ જવાને નિશ્ચય કરી લીધું.
બીજે દિવસે તેમણે પિતાને મનસૂબે ખેતરના માલીકે પાસે જાહેર કર્યો. “કચ્છી દસા ઓસવાળ જૈન જ્ઞાતિને ઇતિહાસ” માં હીરજી હંસરાજ કાયાણ નોંધે છે કે “એક દિવસ તેઓ (મારા દાદા) પાસે ત્યાં નાશા અને નરસી શેઠ બેઉ બાપ–દીકરો આવ્યા, કે જેઓ તે વખતે બહુ જ કંગાલ અને દયાપાત્ર હાલતમાં હતા, અને કરગરીને કહેવા લાગ્યા કે “અમે આ જિદગીથી કંટાળી ગયા છીએ. અને નસીબ અજમાવવા મુંબઈ જવા ઈચ્છીએ છીએ. પણ અમારી પાસે ભાતું સુદ્ધા ન હોવાથી મહેરબાની કરીને બેચાર માપ એળા (શેકેલા કાચા ચણા-ઘઉં વગેરે) આપ તે ઉપકાર થાય.” મને દયા આવી અને આજુબાજુના બે-ત્રણ
ખેતરોના રખેવાળાને બોલાવી, તેઓની વાત કહી. અને અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com