________________
૪ ]
જ્ઞાતિ–શિરેમણિ સર્વેએ મળી તેઓને પોંક આપે. આ લઈને તેઓ ત્યાંથી પરબારા જખૌ બંદર ગયા. અને ત્યાંથી તૈયાર વહાણમાં સવાર થઈ મુંબઈ આવવા ઉપડ્યા. આ વાત મારા દાદાના કહેવા મુજબ સત્ય બેલે બેલ લખેલ છે.”
વિ. સં. ૧૮૫૭ માં નરસીશાએ મુંબઈમાં સૌ પ્રથમ પગ દીધે ત્યારે મુંબઈ સાત ટાપુઓને પ્રદેશ હતું. માછીમારે, કેળીઓ, ભંડારીઓ મુખ્યત્વે ત્યાં રહેતા. મુંબાદેવીના ધામથી તેનું નામ મુંબઈ પડ્યું હોવાનું કહેવાય છે. પહેલાં
ત્યાં મરાઠા સરદારની હકૂમત હતી. પછી પોર્ટુગલ પાસે તે આવ્યું. ઈગ્લાંડના રાજા ચાર્લ્સ બીજા સાથે પિગલના રાજાની બહેનનાં લગ્ન થતાં પહેરામણીમાં મુંબઈ બંદર અંગ્રેજો પાસે આવ્યું. એ પછી અંગ્રેજોએ તેને વિકાસ શરૂ કર્યો. સૌ પ્રથમ ત્રીસેક લાખના ખરચે ત્યાં કોટ બાંધવામાં આવ્યો. કેટ વિસ્તારમાં અંગ્રેજો વસવા લાગ્યા. પારસીઓ પણ તેમાં ભળ્યા. માંડવી ઉપર માત્ર એક જ સારું ઘર હતું. બાકી બધાં ઝૂંપડાં હતાં. મઝગાંવ દૂર હતું. પરેલ, માહીમ, શિવ અને મુંબઈ વચ્ચે મેટી ખાડી હતી. વાલકેશ્વર પર જંગલ હતું. ત્યાં વાઘ-દીપડાએ છૂટી છવાઈ વસ્તીને અવારનવાર રંજાડતા. પાયધુની સુધી દરીઆનાં મેજાં ઉછળતાં. લેકે ત્યાં કાદવ-કીચડથી ખરડાયેલા પગ દેતા એટલે તે વિસ્તાર પાયધુની કહેવાતું. દાદર, માટુંગા, મઝગાંવમાં માત્ર ખેતરે જ હતાં.
મુંબઈ પહોંચીને કશું કરી બતાવવાની તાલાવેલી દર્શાવનાર નરસીશા અહીં આવીને ચકર દષ્ટિએ બધું નિહાળવા લાગ્યા. મુંબઈએ કચ્છ નહતું. અહીંની પરિસ્થિતિ ભિન્ન
હતી. અહીંનું વાતાવરણ કચ્છથી અનેરું હતું પાસે મૂડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com