________________
[ ૧૨ ]
ઊભી સેરઠને સંઘવી લહાણી કરી. રાસકાર કહે છે કે ગોવિંદ શાહ અંચલગચ્છના મવડી શ્રાવક થયા.
પાલિતાણા નગરમાં આવીને સંઘપતિએ બળદ માટે ગેળની લહાણ કરી. સમસ્ત મહાજનને મિષ્ટાન્ન ભજન કરાવ્યું અને ચેયસી ગછના સાધુઓને પ્રતિલાલ્યા. પારેખ નાનજી, વીરદાસ, સહસકિરણ, રાયસંધ, વગેરે શ્રેષ્ઠીવર્યોએ પણ સંઘવાત્સલ્ય કરીને સંઘની વિવિધ પ્રકારે ભક્તિ કરી. આ રીતે બાર દિવસ સુધી સંઘ પાલિતાણામાં રહ્યો. ત્યાંથી સેરઠ તરફ ચાલ્યો.
- રાસકારે સેરઠની વનશ્રી, પશુ-પક્ષીઓ વગેરેનું પણ વિસ્તારથી કાવ્યમય વર્ણન કર્યું છે. સેરઠની રસાળ ભૂમિમાં પ્રસ્થાન કરતા સંઘની સાથે સાથે આવું વર્ણન ઔચિત્યપૂર્ણ બની રહે છે. વનશ્રીના ખેાળામાં ખેલત સંઘ સાત દિવસ પછી ઊના નગરમાં આવ્યો અને ત્યાં પડાવ નાખ્યા. વાજતેગાજતે ચૈત્યપરિપાટી કરી. સંઘપતિ જે જે સ્થાનમાં આવતા, તે તે સ્થાનમાં તેમને ઘણું સન્માન મળતું હતું.
ઊનાથી દેલવાડા થઈને અજાહરામાં આવ્યા, અને અજાહરા પાર્શ્વનાથને ભાવથી ભેચ્યા. દેલવાડામાં પણ સર્વ દેવને જુહાર્યા. ત્યાંથી વહાણ દ્વારા દીવમાં આવ્યા. શ્રી સુવિધિનાથ, શ્રી નવલખા પાર્શ્વનાથ આદિ દેને ભેટ્યા. દીવમાં માલજી માહ સંઘ-જમણ કર્યું. લહજી અને વાઘજી એ બેઉ ભાઈ
એ બે શેર ખાંડની, અને કલ્યાણ શાહે અડધી યામીની લહાણ કરી. દીવના શ્રેષ્ઠી ઉદયસિંઘે તથા નાનજીએ શેર ખાંડની લહાણ કરી. હીરજી, વીરજી અને વિમલે પાંખી– પારણાં કરાવ્યાં. દીવના સંઘે આપેલ સાત મજલાવાળે આવાસ
જોઈ સૌ ચકિત થયા. સંઘે ચાર દિવસ સુધી દીવમાં મુકામ કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com