________________
શ્રેષ્ઠી લીલાધર પારેખ
[ ૧૭ ] તથા ૩૫ નાનાં જિનાલયે બંધાવ્યાં. ચૌહત તથા વીરપાલ જેઓ અંચલગચ્છીય શ્રાવકે હતા, તેમણે પણ ત્યાં ત્રણ વર્ષ સુધી બાંધકામ કરાવીને ત્રણ મોટાં અને નવ નાનાં જિનાલયાનું નિર્માણ કર્યું. આ રીતે પ્રસ્તુત રાસ તથા અકબરના ફરમાનેની માહિતીમાં ઘણું સામ્ય જોવા મળે છે. સવિશેષ વિગત માટે જુઓઃ “અંચલગચ્છ-દિગ્દર્શન.” પૃ. ૩૮૧૦
સુર–નર-કિન્નર દ્વારા પ્રતિદિન પૂજાતા શ્રી ઋષભદેવ પ્રભુનું જિનભવન દેવવિમાન જેવું ભવ્ય લાગે છે. તીર્થનાયકને સૌ ભાવથી ભેચ્યા અને માનવ-ભવને કૃતાર્થ કર્યો. સંઘપતિએ ત્યાં આંગી રચાવી તથા સત્તરભેદી પૂજા ભણાવી. ત્યાર બાદ સૌએ ત્રણ વખત મુખ્ય જિનાલયને પ્રદક્ષિણા કરી. આ રીતે વિ. સં. ૧૭૧૨ ના ફાગણ શુદિ ૯ ને ગુરુવારે તીર્થયાત્રા સંપન્ન થઈ.
તીર્થનાયકને ભેટવ્યા બાદ સંઘપતિ રાયણવૃક્ષ પાસે આવ્યા અને શ્રી ઋષભદેવ પ્રભુની પાદુકાઓનું પૂજન કર્યું. આ સ્થાનને મહિમા અપૂર્વ ગણાય છે. આ એતિહાસિક રાયણ વૃક્ષ હેઠળ જય જયકાર અને હર્ષ ધ્વનિ વચ્ચે, લીલાધર શાહને સંઘપતિ-તિલક કરવામાં આવ્યું. સંઘપતિએ પ્રસન્ન થઈ યાચકને સુવર્ણમાળાઓ આપીને પોતાની કીર્તિ વિસ્તારી.
સંઘપતિ શ્રી અબુદ દેવને પણ ભેટ્યા. તેના દર્શનથી પાપ નાસી જાય છે. આ વિશાળ પ્રતિમા અને ઉરાંગ જિનાલયના નિર્માતા પણ અંચલગચ્છીય શ્રેણી ગોવિંદ શાહ છે. ભિન્નમાલ નિકટના રત્નપુરના તેઓ રહીશ હતા. એશવાળવંશીય સહસ્ત્રગણા ગાંધીગેત્રીય શ્રેષ્ઠી ગાવિંદ શાહે વિ. સં. ૧૨૪૯ માં અંચલગચ્છાધિપતિ જયસિંહસૂરિના ઉપદેશથી આ જિનાલય બંધાવ્યું, શ્રી શત્રુંજયને સંઘ કાઢ્યો તથા થાળીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com