________________
[ ૧૦ ]
ઊભી સેરઠને સંધવી પવિત્ર કરવા માટે સંખ્યાબંધ લેક યાત્રા કરતા હતા. આગળ ચાલતાં શ્રેષ્ઠી શ્રીપાલ દ્વારા કારિત પાણીની પરબ આવી. ત્યાંથી ચઢતાં સુંદર છત્રડી આવી. એની છાયા શીતળ હેવાથી ઘણાએ ત્યાં વિસામે લીધે. દૂરથી મોટો કટ દેખાય છે. ચઢાણ પૂરું થયું. કેટમાં પ્રવેશીને સૌએ ગૌમુખ યક્ષ, ચકકેસરીદેવી, ખરતરવસહી વગેરે સ્થાનોનાં દર્શન કર્યા. પારેખ વીરજી દ્વારા નિર્મિત શ્રી વાસુપૂજ્ય પ્રભુને શિખરબંધ જિન-પ્રાસાદ પ્રેક્ષણાય છે. તેની બરાબર સામે જ શ્રેષ્ઠી જયમલ મહેતાએ સુંદર દહેરાસર બંધાવ્યું. જામ જસવંતસિંહના મંત્રીશ્વર વદ્ધમાન અને પદ્મસિહ એ બેઉ લાલણવંશીય બાંધવેએ ત્યાં અઢળક દ્રવ્ય ખરચીને બે ઉત્તગ જિનભવને બંધાવ્યાં છે. ત્યાંથી આગળ ચાલતાં મૂળ ટૂંક આવે છે.
શ્રેષ્ઠી કમ શાહે શ્રી શત્રુંજયને ૧૬ મે ઉદ્ધાર કરાવેલે. તેમણે પુનરોદ્ધાર કરેલું મુખ્ય જિનાલય દેદીપ્યમાન હતું. છેલ્લે ઉદ્ધાર કરીને તેણે જગમાં નામ રાખ્યું. મુખ્ય ટૂંકમાં શ્રેષ્ઠી ચોથા વિરપાળ દ્વારે નિમિત દહેરાસર પણ વિશાળ છે. તેણે અંચલગચ્છનું નામ રાખ્યું. અન્ય અંચલગચ્છીય શ્રેષ્ઠી જયવંત સરહીઆએ પણ ત્યાં ખંતપૂર્વક જિનપ્રાસાદ કરાવ્યો, તથા પાસે ઘણું દેવકુલિકાઓની અને ભયરાઓની રચના કરાવી. રાસકારે કહેલ જયવંત એ સમ્રાટ અકબરના ફરમાનમાં જણાવાયેલ જસવંત ગંધી સંભવે છે. ફરમાનેમાંથી જાણું શકાય છે કે વિ. સં. ૧૫૬૪ માં મજાહિદખાનને શ્રી શત્રુંજયને જાગીરમાં આપવામાં આવ્યું. જશવંત ગંધી, જે અંચલગચ્છીય શ્રાવક હતું, તે શ્રી શત્રુજય વિધ્વંશક મજાહિદખાનના દરબારમાં સારો પ્રભાવ ધરાવતા હતો. તેણે ખાનની આજ્ઞા મેળવીને ફાગણ શુદિ ૩ ને
શુક્રવારે શ્રી શત્રુંજયગિરિ ઉપરના કોટની અંદર એક મોટું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com