________________
શ્રેષ્ઠી લીલાધર પારેખ
[ ૯ ] સંઘે તળેટી પાસે સારું સ્થાન જોઈને પડાવ નાખે. રાસકાર વર્ણવે છે કે ભરત ચકવતિની જેમ લીલાધર શાહ
ત્યાં સંઘ સહિત આવ્યા. ડેરા-તંબૂ તાણને સંઘ-નગર તૈયાર કરવામાં આવ્યું. પાલિતાણાના નગરજને સંઘનગરને જોઈને ઉદ્ગારી ઉડ્યા કે જાણે સ્વર્ગપુરી સમું અમદાવાદ જ અહીં ખડું થઈ ગયું. !!
લીલાધર રાસમાં લૂટારાઓ વિશે પણ ઉલ્લેખ થયો છે. સંઘ-નગરને દોરદમામ જોઈને કેટલાક હથિયારધારી લૂટારાએ લૂંટ ચલાવવા ત્યાં આવી પહોંચ્યા. સંઘના સશસ્ત્ર સુભટોએ તેમને પડકાર્યા, માંગજી દવેએ પણ દુર્જનને જીતવા પોતાની મંત્રવિદ્યાને કામે લગાડી. અંતે લૂટારાઓના વિહ્વનું નિવારણ થયું. ઢોલ-ત્રાંસાઓનો મોટો ધ્વનિ કરીને સૌએ હર્ષ વ્યક્ત કર્યો.
સંઘપતિ મોટા આડંબર સહિત પાલિતાણા–નરેશ કાંધુજી બીજા, જેને રાસકાર ખાંધલ કહે છે, તેમને મળવા રાજમહેલમાં જાય છે. તેમણે રાજાને ઘણું નજરાણું ધર્યું. રાજાની આજ્ઞા પ્રાપ્ત કરીને તેઓ સંઘ સહિત વાજતે ગાજતે તળેટીમાં આવ્યા. હવે ગિરિરાજ ચડવા સૌ તત્પર થયા હતા. સંઘપતિના આનંદને પાર નહે. સેના-રૂપાનાં ફૂલે, મેતીઓ વગેરેથી તેમણે ગિરિરાજનું પૂજન કર્યું. યાચકોને ઘણું દાન આપ્યું. ભાટોને સુંદર ઘેડા આપીને પ્રસન્ન કર્યા. તળેટીમાં વડની પાસે સંઘપતિએ સૌને સાકરનું પાણું પાઈને સંતુષ્ટ કર્યા. એ પછી એમણે સંઘ સહિત ગિરિરાજ ઉપર ચઢાણ શરૂ કર્યું.
ગિરિ ઉપર ચઢાણ શરૂ થતાં પ્રારંભમાં ચાર છત્રડી આવી. ત્યાર બાદ કુંભકાર દ્વારા નિર્મિત પાણીની પરબ
આવી. હીંગળાજના હડા પાસે ચઢાણ વિષમ છે. જીવનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com