________________
[ ૮ ]
ઊભી સેરઠને સંઘવી હતું. સંઘપતિને જય જયકાર કરતે, વાજતે-ગાજતે, સંઘ સાબરમતીના તટ પાસે આવી પહોંચ્યા. અને ત્યાં મેટો પડાવ નાખે. અગિયાર દિવસને ત્યાં મુકામ થયો. એ દરમિયાન સંઘની અવશિષ્ટ તૈયારી પૂરી કરવામાં આવી તથા દૂર દૂરના સ્થાનોથી સાધુ-સાધ્વીઓ, યાત્રિકો વગેરે પણ આવીને સંઘમાં મળ્યાં. અહીંથી સંઘને ખરેખર પ્રારંભ થયો એમ કહી શકાય.
સંઘમાં હાથી, ઘોડા, રથ, પાલખીઓ, સેજવાલા વગેરેની મોટી સંખ્યા હતી. હજારે યાત્રાર્થિઓ તથા અંચલગચ્છાધિપતિ કલ્યાણસાગરસૂરિ સમેત અનેક સાધુ-સાધ્વીઓ પણ સંઘમાં સામેલ હતાં. લીલાધર રાસમાં વર્ણન છે કે સંઘમાં ૫૦૦ વહેલે, ૪૦૦ પિઠિયા તથા ૩૦૦ સાધુઓ હતાં, એ પરથી સંઘની વિશાળતાને પરિચય મળી રહે છે.
ખંભાતમાં સંઘપતિએ લાલ પતાકાઓ ફરકાવી–મતલબ કે ધર્મકાર્યો દ્વારા પોતાને યશ ત્યાં સ્થાપિત કર્યો. ત્યાંથી સંઘે ધૂળકામાં પડાવ નાખે. એક કપ ઘી ભાત સાથે લઈને ડેરા-તંબૂ નાખવામાં આવ્યા. શ્રી કલિકુંડ પાર્શ્વનાથજીની સેવા પૂજા કરી. ચૈત્ય-પરિપાટી બાદ સમસ્ત સંઘ કલ્યાણસાગરસૂરિની વાણું સાંભળવા એકત્રિત થયે. ગુરુએ સુંદર દેશના દીધી. તીર્થયાત્રાથી સૌના મનની આશા ફળી. પ્રભાતે પ્રયાણ કરીને સંઘ ધંધુકામાં આવ્યો.
ત્યાંથી અનુક્રમે સંઘ ઘોઘામાં આવી પહોંચ્યું. ત્યાં એક દિવસને મુકામ થયે શ્રી નવખંડા પાર્શ્વનાથજીને ભાવથી પૂજીને સૌએ પિતાને અવતાર સફળ કર્યો. આગળ ધપતે સંઘ હવે શ્રી શત્રુંજયગિરિની નિકટ આવી પહોંચે દૂરથી
ગિરિરાજના દર્શન કરીને સૌ હર્ષિત થયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com