________________
શ્રેષ્ઠી લીલાધર પારેખ
[૭] નિમંત્રણ–પત્રિકા સાથે રવાના કર્યા. પાટણ સંઘપતિનું જન્મસ્થાન હાઈને ત્યાંના સંઘ માટે ખાસ વ્યવસ્થા કરાઈ હતી. અનેક સ્થાનના સંઘને સંઘનિમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવી હેઈને સૌ અમદાવાદમાં હર્ષભેર આવવા લાગ્યા. યાત્રાર્થિઓને વિશાળ સમુદાય એકત્રિત થયે. સંઘ-સામગ્રી, ખાદ્યપદાર્થ વગેરેને માટે જથ્થા સાથે લેવામાં આવ્યું. સમગ્ર રીતે સસુરજ થઈને સંઘે નિર્ધારિત મુહૂર્તમાં વિ સં. ૧૭૧૨ ના માઘ શુદિ ૫ ને ગુરુવારે શુભ પ્રસ્થાન કર્યું.
સંઘપતિના પુત્ર મેહનદાસ અને રેવાદાસ પાલખીઓમાં બિરાજ્યા હતા. તેમના અન્ય ત્રણ પુત્રે અધારૂઢ થયા હતા. સંઘવણ સહિજબાઈ પાલખીમાં બિરાજ્યાં હતાં. તેમની બેઉ બાજુએ રખેવાળ હતા. સંઘપતિ લીલાધર શાહ સુશોભિત રથમાં બિરાજ્યા હતા. માંગજી દવેના હૈયામાં ઘણે ઉમંગ હતે. સંઘમાં મોટા મોટા શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોઈ વહેલમાં, કઈ પાલખીમાં તે કઈ પગપાળા ચાલતા હતાં. સંઘની મેખરે સશસ્ત્ર સુભટો ચાલતા હતા. શ્રી સુમતિનાથપ્રભુની પ્રતિમાને જુદા રથમાં બિરાજિત કરી હતી. એ પછી મોટું પાયકવૃંદ ચાલતું હતું.
આ રીતે વાજતે-ગાજતે સંઘ આગળ વધીને અમદાવાદના મુખ્ય સ્થાન માણેકચોકમાં આવી પહોંચ્યા. રાસકાર વર્ણવે છે કે સંઘને નિહાળવા માટે ત્યાં આખું નગર ઉમટયું હતું. તલ પડવાની જગ્યા પણ ન રહી. અસંખ્ય નરનારીઓ પિતાનાં કામે પડતાં મૂકીને મેડીઓમાં, ગોખમાં, હાટમાં ટેળે મળ્યાં. રસ્તામાં લેકેનું કીડિયારું ઊભરાતું હતું ભાટો. બીરુદાવલીઓ બેલતા હતા. ગુણિયલ ગીત ગાતી હતી. શરણાઈ ઢોલ-ત્રાંસાઓથી આખું વાતાવરણ ગૂંજી ઊઠયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com