SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ઊભી સેરઠને સંધવી થયે. લીલાધર શાહને સંઘપતિ-તિલક કરવામાં આવ્યું. તેમણે પાટણમાં મેટી પ્રભાવના કરી. એમને યશ ત્યાં વિસ્તર્યો. પાટણના સંઘ સાથેની મસલતે પૂરી થતાં લીલાધર શાહે જીવા શાહને ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિને તેડી આવવા માટે લેલાડાનગરમાં મોકલાવ્યા. તેમણે જીવા શાહને સૂચવ્યું કે માર્ગમાં આવતા પ્રત્યેક સંઘને પણ નિમંત્રણ આપીને સાથે લેવા, તેમ જ લેલાડામાં ધૃત–લહાણ કરવી. એમની સૂચનાનુસાર જીવા શાહે સર્વ કાર્ય સિદ્ધ કર્યા. ગચ્છનાયક સમેત અનેક યાત્રાર્થિઓને સાથે લઈને જીવા શાહે અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં ધર્મોત્સવ કરતાં સૌ વીરમગામ, ઈલમપુર થઇને અમદાવાદમાં આવી પહોંચ્યાં. ગચ્છાધિપતિનું શાનદાર સામૈયું કરવામાં આવ્યું. લીલાધર શાહ અમદાવાદના સૂબા કલચી મહિમુંદખાનની આજ્ઞા લેવા માટે જાય છે સૂબાને કીંમતી જરકસી વસ્ત્રાદિનું તેમણે ભેટશું થયું, અને જણાવ્યું કે –“આપને હૂકમ થાય તે મોટો તીર્થસંઘ કાઢું.” આ સાંભળીને ખાન પ્રસન્ન થયો. તેણે કહ્યું કે –“આવા કામમાં લગીરે ઢીલ કરશે નહિ. સંઘ માટે હાથી, ઘોડા, ઊંટ નિશાનાદિ જે કાંઈ જોઈએ તે હું આપીશ.” સંઘપતિએ કહ્યું કે –“સોરઠના સૂબા મિયાં સાલે પર ફરમાનપત્ર લખી આપે” ખાને રાજી થઈને ફરમાનપત્ર લખી આપ્યું તથા લીલાધર શાહને શિરપાવ આપીને સન્માનપૂર્વક વિદાય કર્યા સૂબા પાસેથી ફરમાનપત્ર વગેરે લઈને સંઘપતિ ગ૭નાયક પાસે આવ્યા અને તેમની સાથે સ ઘ સંબંધમાં ગૂફતેગે કરી. સંઘની તૈયારીમાં સૌ કેઈ જોડાઈ ગયા હતા. લીલાધર શાહના પુત્ર સેમચંદને પાટણના સંઘને તેડી આવવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy