________________
શ્રી ઉદયસાગરસૂરિ કેન્દ્રોમાં તેઓ સવિશેષ વિચર્યા અને ધર્મોલ્લોતનાં અનેક કાર્યો કર્યા. બુરહાનપુરના શ્રેષ્ઠીવર્ય કસ્તુરચંદે ગચ્છનાયકના ઉપદેશથી ગ્રન્થદ્ધારનું સારું કાર્ય કર્યું. એ અરસામાં લખાયેલી હાથપ્રતમાં ચરિત્રનાયકના વરદ્ હસ્તે લખાયેલી “પ્રતિષ્ઠાકલ્પ'ની ઉપયોગી પ્રત પણ ઉપલબ્ધ થાય છે.
દક્ષિણ ભારતના વિહાર દરમિયાન વિ. સં. ૧૭૮૮ માં ચરિત્રનાયકે શીરપુરના સુપ્રસિદ્ધ તીર્થ શ્રી અંતરીક્ષજીની યાત્રા કરી. ચરિત્રનાયકે તે સમયે “શ્રી અંતરીક્ષ પાર્શ્વ તેત્રની રચના કરી. તેઓ તેમાં નેધે છે કે તેમની આ તીર્થની યાત્રા કરવાની ઘણાં વર્ષોની ઈચ્છા પરિપૂર્ણ થઈ
બુરહાનપુરના શ્રેષ્ઠીવર્યો કસ્તુરચંદ, ભેજા, દોશી દુર્લભ, જેઓ વિશેષાવશ્યકસૂત્રનું શ્રવણ કરતા હતા, તેમના આગ્રહથી ચરિત્રનાયકે “ભાવપ્રકાશ” અપર નામ “છ ભાવ સઝાય”ની વિ. સં. ૧૭૮૭ માં રચના કરી એમ ગ્રન્થ–પ્રશસ્તિદ્વારા જાણ શકાય છે. એ પહેલાં તેમણે ત્યાં રહીને વિ. સં. ૧૭૮૬ માં
સમતિની સઝાય” અપર નામ “વીરજિન સ્તવન”ની રચના કરેલી. આ ઉપરાંત તેમણે હિન્દી તથા મરાઠી ભાષામાં
નેમિનાથ ગીતો’ રચ્યાં. ગુજરાત બહારના તેમના લાંબા વિહાર દરમિયાન આ બેઉ ભાષા ઉપર તેમણે સારું પ્રભુત્વ જમાવ્યું હતું તેમ આ કૃતિઓ દ્વારા પ્રતીત થાય છે. - દક્ષિણાપથના વિહાર દરમિયાન સુરતના સંઘની આગ્રહભરી વિનંતી આવતાં ગચ્છનાયક સાથે તેઓ ત્યાં પધાર્યા. ખુશાલશાહે મોટી ધામધૂમથી ગચ્છનાયકને પ્રવેશોત્સવ કર્યો તથા શ્રીફળની લહાણું કરી.
ચરિત્રનાયકના આચાર્યપદ વિશે કવિવર નિત્યલાભ વિદ્યાસાગરસૂરિ રાસમાં ચમત્કારિક વર્ણન કરે છે. તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com