________________
૪ ]
સર્વ ગચ્છ-સમદર્શક ચરિત્રનાયક કેટલાંક વર્ષો કચ્છનાં મુખ્ય કેન્દ્રોમાં અપ્રતિહત વિચરતા રહ્યા. કચ્છનું પછાતપણું દૂર કરવા તેમણે ભગીરથ પ્રયત્નો આદરેલા. એ કાળે સાધુઓને શિથિલાચાર અને શ્રાવકોની અજ્ઞાનતા ઉડીને આંખે વળગે એવાં હતાં ! સુવિહિત પરંપરા જર્જરિત થતી જતી હતી. તેમનું સ્થાન ગેરજીઓએ લઈ લીધું. કચ્છમાં ગામેગામ એમની પિશાળે સ્થપાતી જતી હતી. અલબત્ત, એ દ્વારા જ્ઞાન-પ્રવૃત્તિ સારી જળવાઈ કિન્તુ ધાર્મિક ઉદાસિનતા વધી. આવા સંજોગોમાં ગચ્છનાયકે અસરકારક ભૂમિકા ભજવી. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં અજ્ઞાનતાનું અંધારું દૂર ભાગ્યું. લેકે ધર્મને મર્મ સમજતા થયા. સ્થાનકવાસી સંપ્રદાયનું વર્ચસ્વ પણ ઓસરતું ગયું.
કચ્છના વિહાર દરમિયાન ચરિત્રનાયકે શ્રી ગોડીજીના સુપ્રસિદ્ધ તીર્થની યાત્રા કરી. તેમણે તથા કવિવર નિત્યલાભે સ્વરચિત સ્તવને દ્વારા તીર્થનાયકની ભાવપૂર્વક સ્તવના કરેલી. એમની શ્રી ગોડીજી પ્રત્યેની ભક્તિ ખાસ નોંધનીય છે. એ અરસામાં એ તીર્થનો મહિમા ઘણે હતે. ખાસ કરીને કરછી શ્રાવકોએ એ તીર્થના અનેક સંઘ કાઢેલા.
કચ્છના ઉગ્ર વિહાર બાદ વિ. સં. ૧૭૮૧ માં ચરિત્રનાયક ગુરુ સાથે ખંભાત તરફ અને વિ. સં. ૧૭૮૫ માં પાટણ તરફ વિચરતા રહ્યા. ગચ્છનાયકના ઉપદેશથી ત્યાં કેટલીક યાદગાર પ્રતિષ્ઠાઓ સંપન્ન થઈ. ખંભાતમાં શ્રેષ્ઠીવર્ય દીપચંદ ગુલાબચંદે તથા પાટણમાં મંત્રીશ્વર વિમલ સંતતીય માણેકચંદ વલ્લભદાસે ગચ્છનાયક પ્રત્યે દર્શાવેલી ભક્તિ ઉલ્લેખનીય છે
એ પછી ચરિત્રનાયક ગુરુ સાથે દક્ષિણ ભારતમાં વિહાર કરી ગયા. ત્યાં જાલણા, બુરહાનપુર, ઔરંગાબાદ જેવાં મુખ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com