________________
શ્રી ઉદયસાગરસૂરિ
[ ૩ બનાવેલું. રાજકીય પરિવર્તન છતાં કચ્છ સાથેનો એમનો સાંસ્કૃતિક સંબંધ અતૂટ રહેલે, જેની પ્રતીતિ ત્યાં બેલાતી ભાંગીતૂટી કછી જબાન આજે પણ કરાવી રહી છે!
વિ. સં. ૧૭૭૭ માં વિદ્યાસાગરસૂરિ ભૂજમાં બિરાજતા હતા ત્યારે જામનગરથી કલ્યાણશાહ, તેની પત્ની જયવંતી તથા બાળક ગવર્બન ગુરુવંદનાથે ત્યાં પધાર્યા. એ વખતે બાળકના ઉત્તમ સામુદ્રિક લક્ષણો જોઈને ગુરુએ એવી ભવિથવાણું ઉચ્ચારેલી કેઃ “તે કોઈ મોટી પદવી પામશે અથવા તે ગચ્છનાયક થશે!” ગુરુની વાણી સાંભળીને માતા-પિતા હર્ષિત થયાં. તેમણે ગુરુને જણાવ્યું કે“આ બાળક આપને જ વહોરાવીએ છીએ. આપ તેને દીક્ષા આપે !”
ગુરુએ ધર્મનું હિત જોઈને ચૌદ વર્ષના તેજસ્વી બાળક ગવદ્ધનને વિ. સં. ૧૭૭૭ માં દીક્ષા પ્રદાન કરી અને તેનું મુનિ જ્ઞાસાગર એવું નામાભિકરણ કર્યું. એ પછી નવોદિત મુનિએ ગુરુ પાસે ખંતપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવા માંડ્યો, અને અનેક વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીને પિતાના ગુણગર્ભિત નામને ચરિતાર્થ કર્યું. એમની જ્ઞાન-પિપાસા અનુપમ હતી.
વિદ્યાસાગરસૂરિના અંતરંગ શિષ્યમાં કવિવર નિત્યલાભ જેવા પ્રખર સાહિત્યકાર પણ હતા. એમના ભક્તિગીતે ઘણા
કપ્રિય બન્યાં છે. એ શતકના નોંધનીય સાહિત્યકારોમાં એમને ગણાવી શકાય. ભક્તિગીતે ઉપરાંત સાહિત્યના અન્ય ક્ષેત્રમાં પણ એમનું પ્રદાન મહત્ત્વનું ગણાયું છે. આવા પ્રતિભાસંપન્ન સહચર ગુરુબંધુના સાન્નિધ્યનો ચરિત્રનાયકે પૂરેપૂરો લાભ મેળવ્યું. કવિવર નિત્યલાભની સાહિત્યિક પ્રતિભા હેઠળ તેમની લેખિનાએ વિકાસયાત્રાનો મંગલ પ્રારંભ કર્યો.
ગચ્છનાયક વિદ્યાસાગરસૂરિ, કવિવર નિત્યલાભ તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com