________________
સર્વ ગચ્છ-સમદર્શક
જણાવે છે કે સુરતમાં અનુકૂળ સ્થાન જોઈને ગચ્છનાયકે કેશ્વરી દેવીનું આરાધન કર્યું. દેવીએ પ્રત્યક્ષ થઈને ગુરુને કહ્યું કે“જ્ઞાનસાગરજીને આચાર્ય—પદવી આપજે.” આથી ગુરુ હર્ષિત થયા. એક દિવસે તેઓ પાટ ઉપર બેસીને વ્યાખ્યાન આપતા હતા તે વખતે સંઘે વિનંતી કરી કે “મહારાજ! પટ્ટધરની સ્થાપના કરીને અમારી હોંશ પૂરી કરો.” ગુરુએ એમની વાતને સ્વીકાર કર્યો. જેશીને તેડાવીને શુભ મુહૂર્ત નકકી કરવામાં આવ્યું. ગુરુની તબિયત નાજુક હાઈને બધું ત્વરાથી થયું.
પિતાનું આયુ અ૯પ જાણુને એક તરફ ગચ્છનાયક અણશણ વત લે છે. બીજી બાજુ આચાર્યપદ–મહોત્સવનો ઉમળકાભેર પ્રારંભ થાય છે! ખુશાલશાહ, મંત્રી બાંધ ગેડીદાસ અને જીવનદાસે પદમહોત્સવને શાનદાર રીતે ઉજવવા તૈયારી આરંભી. બધે માણસે મેકલાવીને અનેક સંઘને નિમંત્રિત કરવામાં આવ્યા.
થોડા સમયમાં અનેક દાતા, ભક્તા અને ધનપતિઓ આ પ્રસંગે એકત્રિત થયા. અનેક સ્થળેથી ગીતાર્થ મુનિએ પણ આવવા લાગ્યા સોરઠ, વઢિયાર, માલવ, દક્ષિણ, પૂર્વ, હાલાર, કચ્છ, વાગડ, મારવાડ વગેરે પ્રદેશથી મોટા મોટા સાધુઓ હર્ષભેર આવવા લાગ્યા. કઈ પંડિત તે કઈ તાપસ, કોઈ તાર્કિક તો કોઈ જ પેસરી, કોઈ વૈયાકરણ તો કઈ નૈયાયિક, કેઈ જોષી તો કઈ જ્ઞાની, કોઈ ધ્યાની તો કોઈ કિયાપાત્ર. આમ વિવિધ વિષયોના વિશારદો એવા સવા સાધુઓ આ પ્રસંગે આવી પહોંચ્યા.
વિ. સં. ૧૭૯૭ ને કારતક સુદિ ૩ ને રવિવારે ગચ્છનાયકે જ્ઞાનસાગરજીને આચાર્યપદે વિભૂષિત કરીને તેમનું
ઉદયસાગરસૂરિ એવું નામાભિકરણ કર્યું. સુરતના સંઘે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com