________________
શ્રી ઉદયસાગરસૂરિ
યાદગાર પ્રસંગને ઉજવવામાં કશી કચાશ ન રાખી. ખુશાલશાહ, ગેડીદાસ તથા જીવનદાસે પ્રસન્નતાપૂર્વક છૂટે હાથે ધન ખરચ્યું. ચોર્યાસી છિન મુનિઓને તેમણે આસન, વ આદિ વહેરાવ્યાં, યાચકોને છૂટે હાથે દાન આપ્યાં, તથા સાધર્મિક વાત્સલ્ય કર્યા.
ઉત્સવનાં ધવળ-મંગળના સ્વરે વચ્ચે ગચ્છનાયકનું અણશણવ્રત પણ ચાલતું હતું. અંચલગચ્છની ધુરા ગ્ય વ્યક્તિને સેંપવાને ભાવ તેમના પુલક્તિ મુખારવિંદમાં પ્રતિબિંબિત થયું હતું. તેમણે સૌને પાસે બોલાવીને યોગ્ય હિત શિખામણ પણ આપી. ત્રણ દિવસનાં વ્રત પછી તેઓ કાર્તિક શુદિ ૫ ને મંગળવારે સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા.
ગુરુની સ્મૃતિરૂપે ઉદયસાગરસૂરિના ઉપદેશથી એમની ચરણપાદુકાની સ્થાપના થઈ. હરિપુરામાં ભવાનીને વડની પાસે અંચલગચ્છીય ઉપાશ્રયમાં એ પાદુકા હતી. પાછળથી આ ઉપાશ્રય વેંચાઈ જતાં એનું શું થયું તે જાણી શકાતું નથી, કિન્તુ વિ. સં. ૧૯૭૭ સુધી કણબીના ઘરમાં બે પાદુકાની દહેરીએ વિદ્યમાન હતી એમ ચોક્કસ પ્રમાણે દ્વારા જાણી શકાય છે.
વિ. સં. ૧૭૯૭ ના માગશર શુદિ ૧૩ ના દિને સુરતના સંઘે ઉદયસાગરસૂરિને ગચ્છનાયકપદે અલંકૃત કર્યા. આમ તે એમના આચાર્ય પદ પ્રસંગે જ અનુગામી ગચ્છનાયકની પસંદગીને નિર્ણય થઈ ચુક્યો હતે. પુરેગામી પટ્ટધર વિદ્યાસાગરસૂરિએ પણ સંઘને સંબોધીને કહેલું કે “મારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે માટે હું જિનભગવાનનું ધ્યાન ધરીને અણુશણ આદરીશ. આ પટ્ટધર ઉદયસાગરસૂરિની તમે સેવા કરજે અને તેમને સારી રીતે માન આપશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com