________________
સર્વ ગ૭–સમદર્શક - ઉદયસાગરસૂરિ અંચલગચ્છના પાટ ઉપર આરૂઢ થતાં સૌ પ્રથમ હાલારી પટ્ટધર સાંપડ્યા પૂર્વગામી કચ્છી પટ્ટધર પછી હાલારી પટ્ટધરનો કમ પણ સૂચક તેમજ ધ્યાનાકર્ષક છે. એ પછી ઓશવાળ જ આ સ્થાને પ્રસ્થાપિત થતા ગયા એ વાત પણ ખાસ બેંધનીય ગણાય. રાજસ્થાન, ગુજરાત અને દક્ષિણમાંથી અંચલગચ્છને પ્રભાવ કાલકમે ઓસરતાં કચ્છ કેન્દ્ર-બિન્દુમાં સ્થાન લીધું હેઈને આ પરિવર્તન સમયેરિત ગણાવી શકાય.
જામનગરનાં જિનાલયના જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાદિ કાર્યોમાં ચરિત્રનાયકને ફાળે પ્રશંસનીય હોઈને તેની નોંધ પ્રસ્તુત ગણાશે. સેરઠને ફોજદાર કુતુબુદ્દીન, જે ઔરંગઝેબનો પ્રીતિપાત્ર હતો. તેણે જામનગરને તાબે કર્યું અને તેનું ઈસ્લામાબાદ એવું નામ પાડીને ખાલસા સરકાર સાથે જોડી દીધેલું. જો કે ગુજરાતના સૂબા જોધપુરના જશવંતસિંહે જામ તમાચીને ગાદી પાછી અપાવી પણ ઔરંગઝેબ જીવતા રહ્યો ત્યાં સુધી જામનગર મુસલમાનોને તાબે જ રહેલું.
ઉક્ત રાજકીય પરિવર્તનને કારણે ત્યાંનાં જિનાલયોને પારાવાર સહન કરવું પડેલું. દેવવિમાન જેવાં હૃદયંગમ સ્થાપત્યો ખંડિત અવશેષોમાં ફેરવાઈ ગયેલાં. છાસવારે થતા હુમલાને અનુલક્ષીને ત્યાં વિશાળ ભૂમિગૃહોની યેજના થઈ એટલે ભય જેવું લાગે ત્યારે જિનબિંબને તેમાં પધરાવી દઈ શકાય એકવાર તે એવી પરિસ્થિતિ સર્જાઈ કે જિનાલયને તાળાં વાસી દેવામાં આવેલાં. મુસલમાનેએ તાળાં તેડીને ખાલી જિનાલમાં ઘાસ આદિ સામગ્રી ભરી. મુસલમાનોના હુમલા બાદ જામે સર્વ જિનાલયે સ્વાધીન કરીને રાજ્યનાં તાળાં લગાવ્યાં! આમ ઘણાં વર્ષો ચાલ્યું! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com