________________
શ્રી ઉદયસાગસૂરિ
વિ. સં. ૧૭૮૭ માં જામે લાલન તલકશીને કામદારી સંપી. સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીવર્યો વદ્ધમાન અને પદ્મસિંહશાહના તેઓ વંશજ હતા. અંચલગચ્છના ઇતિહાસમાં આ વંશના પ્રતાપી પુરુષોએ આગવું પ્રકરણ આલેખ્યું છે. તલકશીએ તેમાં યશકલગી ઉમેરી. જામ પાસેથી રાજ-ફરમાન મેળવીને તેણે વિ. સં. ૧૭૮૭ ના મહા શુદિ ૧૩ ના દિને સવે જિનાલયનાં તાળાં ખેલાવ્યાં. ખરતરગચ્છીય પં. દેવચંદ્રજી, જેઓ આધ્યાત્મજ્ઞાની તરીકે વિરલ કીતિ પામ્યા છે, તેઓ ત્યાં બિરાજતા હેઈને આ કાર્યમાં એમની ખાસ પ્રેરણા હતી.
ચરિત્રનાયકના ઉપદેશથી જૈનસંઘને સ્વાધીન કરાયેલાં સર્વે જિનાલમાં મંત્રી તલકશીએ વિ સં. ૧૭૮૮ ના શ્રાવણ શુદિ ૭ ને ગુરુવારે જિનબિંબની પુનઃ પ્રતિષ્ઠા કરાવી. ગુરુના ઉપદેશથી તેણે જીર્ણોદ્ધારનાં કાર્યમાં એક લાખ કોરી ખરચી. આ કાર્યમાં વર્તમાન શાહના પ્રપૌત્ર વલમજીએ પણ માંડવીથી અડધો લાખ કેરી મેકલાવેલી. તલકશીએ ચરિત્રનાયકના ઉપદેશથી ત્યાં એક પૌષધશાળા પણ બંધાવી.
વિદ્યાસાગરસૂરિ રાસમાં કવિવર નિત્યલાભે નવસારીમાં ઉદયસાગરસૂરિએ પારસીઓને પણ જૈનધર્મનું રહસ્ય સમજાવેલું તે સંબંધમાં વર્ણન કર્યું છેઃ “હવે નવા પટ્ટધર ઉદયસાગરસૂરિને પ્રતાપ વધવા લાગ્યા. પવિત્રતામાં બીજા ગૌતમ, વિદ્યામાં વકુમાર અને શીલમાં જંબૂસ્વામી જેવા તેઓ વિધિપક્ષગછને દીપાવવા લાગ્યા.” સુરતથી વિહાર કરી તેઓ સંઘ સાથે નવસારીની યાત્રાએ પધાર્યા. વેણીશાહના પુત્ર ખુશાલશાહે ત્યાં સંઘ જમાડ્યો, અને નવું તીર્થ પ્રકટ કર્યું. ઉદયસાગરસૂરિએ ત્યાંના પારસીઓને જૈનધર્મના સિદ્ધા
ન્તા સમજાવ્યા, અને અહિંસાને ઉપદેશ આપ્યો. પારસીઓના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com