________________
૧૦ ]
સર્વ ગચ્છ-સમદર્શક ધર્મગ્રન્થ “અવસ્થા પહેલવી” જેને કવિવર નિત્યલાભ કુરાન કહે છે, તેને ટાંકીને તેમણે હિંસામાં પાપ હોવાનું પ્રતિપાદિત કર્યું. એમને ધર્મોપદેશ સાંભળીને પારસીઓ પ્રભાવિત થયેલા.
નવસારીથી ઉદયસાગરસૂરિ અન્યત્ર વિહાર કરી ગયા. પછી સુરતના શ્રેષ્ઠી ખુશાલશાહે શ્રી શત્રુંજયને તીર્થસંઘ કાઢવાનો નિશ્ચય કર્યો અને ગુરુને સાથે પધારવા વિનંતી કરી. મંત્રી ગેડીદાસ અને જીવનદાસ તેમ જ શાહ ધર્મચંદ્ર પણ સંઘમાં સામેલ થયા. ગચ્છપતિ પણ પધાર્યા. નરનારીએને મેટો સમૂહ સંઘમાં સાથે ચાલ્યો.
શ્રી શત્રુંજયમાં ઉદયસાગરસૂરિના ઉપદેશથી વિદ્યાસાગરસૂરિની પાદુકાની સ્થાપના કરવામાં આવી. સંઘપતિઓએ ઘણું દ્રવ્ય ખરચીને અનેક પ્રકારની ભક્તિપૂર્વક યાત્રા કરી. પાલિતાણાના ઘણા શ્રાવકે ગરછનાયકના ભક્ત બન્યા. ખાસ કરીને ત્યાંના ઝવેરીઓ અંચલગચ્છના પરમ અનુયાયીઓ હતા. તેમણે અંચલગચ્છને ઉપાશ્રય કરીને સાધુઓનાં ચોમાસાં કરાવ્યાં. પાલિતાણામાં ચરિત્રનાયકને સ્થાનકવાસીઓ સાથે વાદ-વિવાદ થયેલ. ગુરુએ સૂત્ર-સિદ્ધાન્તો બતાવીને તેમને પ્રતિમા–પૂજક બનાવ્યા. આથી તેમને યશ વિસ્તાર પામે.
સંઘે પાછા ફરવાનો વિચાર કર્યો. ઉદયસાગરસૂરિને સંઘપતિઓએ અત્યંત આગ્રહપૂર્વક વિનંતી કરી કે–આવતું ચોમાસું સુરતમાં કરીને પછી આપ ભલે ગમે ત્યાં વિહરજે!” સંઘના આગ્રહથી ગુરુ પુનઃ સુરત પધાર્યા અને ત્યાં ચાતુર્માસ રહ્યા. સુરતમાં તેમને બ્રાહ્મણ પંડિત સાથે વિવાદ થયેલ.
સુરતના ચાતુર્માસ બાદ ગુરુ ગુજરાતમાં સવિશેષ વિચર્યા. એમના ઉપદેશથી ધર્મેદ્યોતનાં અનેક કાર્યો થયાં. વડેદરા નિવાસી શ્રેષ્ઠી તેજપાળે ગુરુના ઉપદેશથી ધર્મકાર્યોમાં ઘણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com