________________
શ્રી ઉદયસાગરસૂરિ
[ ૧૧ ધન ખરચ્યું. ત્યાંથી તેમણે હાલોલ, કાલોલ થઈને ચાંપાનેરમાં કાલિકાદેવીની યાત્રા કરી અને સાચા દેવ સુમતિનાથનાં દર્શન કર્યા. અહીં તેઓ દેઢેક માસ રહ્યા.
ગોધરાના સંઘની વિનંતીને માન આપીને ગુરુ ત્યાં પધાર્યા. સ થે ચાતુર્માસ માટે ઘણે આગ્રહ કર્યો. પરંતુ અમદાવાદના સંઘને ઘણે આગ્રહ હોવાથી તેને માન આપીને તેઓએ અમદાવાદ તરફ પ્રયાણ કર્યું.
ગુરુ આવે છે એમ જાણીને અમદાવાદના શ્રાવકે બહ ખુશી થયા. તેમણે મેટા આડંબરથી ગુરુનો નગરપ્રવેશ કરા
. કવિવર નિત્યલાભ વર્ણવે છે કે ચેર્યાસી ગછના સાધુઓ અને શ્રાવકો, નવાબના ચેપદારે અનેક હાથી, ઘોડા; વહેલે અને પાલખીઓ સહિત સામૈયું કરવા સામા આવ્યા. ગીતગાન અને આદરમાન સાથે મેટા ઠાઠથી વાજતે-ગાજતે ગુરુ નગરમાં પ્રવેશ્યા. ત્યાંના શ્રેષ્ઠીવર્યો ખુશાલ ભગવાનદાસ, ખીમચંદ હર્ષચંદ, હરખચંદ શિખરચંદ, શાહ જગજીવનદાસ, પ્રેમચંદ હીરાચંદ વગેરેએ નવાંગપૂજા, પ્રભાવનાદિ કાર્યોમાં ઘણું ધન વાપર્યું. ગુરુએ ત્યાં પોતાને અત્યંત પ્રિય એવું વિશેષાવશ્યકસૂત્રનું વ્યાખ્યાનમાં વાંચન કર્યું.
અમદાવાદના ચાતુર્માસ દરમિયાન કચ્છથી ખાસ માણએ ત્યાં આવીને વિનંતી કરી કે—કચ્છનો સંઘ આપની બહુ વાટ જુએ છે, માટે આપ ત્યાં પધારે.” એમની વિનંતીને માન આપીને ગુરુએ વર્ષો બાદ કચ્છમાં પદાર્પણ કર્યું.
ચરિત્રનાયક માંડવી બંદરમાં પધારેલા ત્યારે કચ્છના કારભારી લાલણ વલમજી, જેઓ વમાનશાહના પ્રપૌત્ર થતા હતા, તેમણે ગુરુની ઘણી ભક્તિ કરી. એમના આગ્રહથી ચરિત્રનાયકે વ્યાખ્યાનમાં “વર્ધમાન–પદ્ધસિંહ શ્રેષ્ઠી ચરિત્ર” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com