________________
૧૨ ]
સર્વ ગરછ-સમદર્શક વાંચન કર્યું તથા એ સંસ્કૃત ગ્રન્થ કઠિન હોવાથી કારભારીનાં પત્ની કુંવરબાઈએ વિનંતી કરતાં, એ ગ્રન્થને આધારે તેમણે “કલ્યાણસાગરસૂરિનો રાસ ગુજરાતી પદ્યમાં લખે એમ પ્રકાશિત ગ્રન્થની પ્રશસ્તિ પરથી જાણી શકાય છે. વિ. સં. ૧૮૦૨ ના શ્રાવણ શુદિ ૬ના દિને ચરિત્રનાયકે એ રાસ પૂર્ણ કર્યો એવું તેમાં વિધાન છે.
ઉદયસાગરસૂરિના શિષ્ય-સમુદાયમાં અનુગામી પટ્ટધર કીર્તિ સાગરસૂરિ, ઉપાઠ કીર્તિ સાગર, ઉપાટ દર્શનસાગર, ઉપાટ જ્ઞાનસાગર તથા ઉપાટ બુદ્ધિસાગર આદિ મુખ્ય હતા.
કીર્તિસાગરસૂરિને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છેઃ કચ્છ અંતર્ગત દેશલપુર ગામમાં વીસા ઓસવાળ જ્ઞાતીય માલસિંહની પત્ની આસબાઈની કૂખે વિ. સં. ૧૭૯૬માં જન્મ. પૂર્વાશ્રમનું નામ કુંઅરજી. વિ. સં. ૧૮૦૪ માં ઉદયસાગરસૂરિના શ્રાવકપણે શિષ્ય થયા. વિ. સં. ૧૮૦૯ માં માંડવીમાં દીક્ષા. વિ. સં. ૧૮૨૩માં તેમને સુરતમાં આચાર્યપદે વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાંના શ્રેષ્ઠીવર્ય ખુશાલચંદ તથા ભૂખણદાસે છ હજાર રૂપીઆ ખરચીને મહોત્સવ કર્યો. વિ. સં. ૧૮૨૬માં અંજારમાં તેઓ ગચ્છનાયક-પદે આરૂઢ થયા. વિ. સં. ૧૮૪૩ માં સુરતમાં સ્વર્ગગમન. એમના આધ્યાત્મિક શાસન દરમિયાન અમદાવાદમાં શેખના પાડામાં શ્રી પાર્શ્વ નાથ-જિનાલય અંચલગચ્છીય સંઘે બંધાવ્યું. આ જિનાલયનું કાષ્ઠ—નકશીકામ દર્શનીય છે પાસે અંચલગચ્છીય ઉપાશ્રય છે. વિ. સં. ૧૮૪૨ માં શ્રાવણ વદિ ૧૨ ના દિને કીર્તિ સાગરસૂરિના ઉપદેશથી માંડલમાં ઉપાશ્રયનું નિર્માણ થયું. તેમના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિઓના લેખ
માટે જુઓઃ “અંચલગચ્છીય પ્રતિષ્ઠા–લેખો.” તેમની પટ્ટShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com