________________
શ્રી ઉદયસાગરસૂરિ
[ ૧૩
પરંપરા આ પ્રમાણે છેઃ પુણ્યસાગરસૂરિ–રાજેન્દ્રસાગરસૂરિમુક્તિસાગરસૂરિ–રત્નસાગરસૂરિ– વિવેકસાગરસૂરિ – જિનેન્દ્રસાગરસૂરિ.
ઉદયસાગરસૂરિએ વિ. સં. ૧૭૯૮ માં ખંભાતના રહેવાસી શ્રીમાલી જ્ઞાતીય સોમચંદ્રને દીક્ષા આપીને તેમનું કીતિસાગર એવું નામાભિકરણ કર્યું. વિ. સં. ૧૮૦૩ માં વડી દીક્ષા તથા વિ. સં. ૧૮૦૫ માં એમને ઉપાધ્યાય-પદ પ્રદાન થયું. એમણે રચેલાં સ્તવને ઉપલબ્ધ થાય છે.
નલિયાના ઔદિચ્ય બ્રાહ્મણ દેવશંકરે ચરિત્રનાયકના ઉપદેશથી પ્રભાવિત થઈને વિ સં. ૧૮૦૩ માં પિષ શુદિ ૧૩ ના દિને દીક્ષા અંગીકાર કરી. તેમનું દર્શન સાગર એવું નામ રાખવામાં આવ્યું. વિ. સં. ૧૮૦૮ માં તેમને ઉપાધ્યાય-પદે વિભૂષિત કરવામાં આવ્યા. એમની સાહિત્યપ્રવૃત્તિ નોંધનીય છે. વિ સં. ૧૮૧૯ માં સુરતમાં ચોમાસું રહીને તેમણે “પંચકલ્યાણક ચોવીશી” રચી વિ સં. ૧૮૨૪ માં માઘ શુદિ ૧૩ ને રવિવારે સુરતમાં વડાચૌટાના ભાઈસાજીના ઉપાશ્રયમાં રહીને ૬ ખંડમાં “આદિનાથ રાસ” એ. આગમગચ્છીય સિંહરત્નસૂરિજીના શિષ્ય મુનિ હેમચંદના આગ્રહથી
આ કૃતિ રચાઈ. મહ૦ રત્નસાગરજીના પ્રશિષ્ય વૃદ્ધિસાગરના શિષ્ય હીરસાગરે પિતાના દાદાગુરુ મેઘસાગરજીની આજ્ઞાથી દર્શનસાગરજી પાસે ભાષા–પિંગલને અભ્યાસ કર્યો હતો
ઉદયસાગરસૂરિની સર્વ ગચ્છ-સમદશિતા સંબંધમાં હવે ઉલ્લેખ કરીએ વિ. સં. ૧૮૦૪ માં સુરતના શ્રીમાલી શ્રેષ્ઠી કીકાના પુત્ર કચરાએ શ્રી શત્રુંજય તીર્થસંઘ કાઢેલે તેમાં ચરિત્રનાયક અન્ય ગચ્છના ધુરંધરે, જેમાં ખતરગચ્છીય પં. દેવચંદ્ર, તપાગચ્છીય ઉત્તમવિજય, સુમતિવિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com