________________
મંત્રીશ્વર વિમલ શાહ
બંગાળ, બલખ, બુખારી, તંબલ, પઠાણ, ઈસપન અને સુરચંદ. ભીમને વિમલે પાટણનું રાજ્ય આપ્યું એમ પણ તેમાં વર્ણન છે. વિમલે યુદ્ધ કરીને સાતસે ગઢવાળા ગામે કબજે કરીને પિતાના રાજ્યની હદ ઘણું વધારી દીધી. ઉપર્યુક્ત પ્રમાણમાં ઘણી અતિશયોક્તિ પણ હશે જએટલે એ બધી બાબતે વિશે ઐતિહાસિક પ્રમાણે તપાસીને તેની ચકાસણી કરવી ઘટે છે. અહીં તેનું વિશેષ વિવરણ કરવું અસ્થાને ગણાશે.
વિમલ શાહે પિતાના જીવનને ઉત્તરાર્ધ ચંદ્રાવતીમાં જ વિતાવ્યો. તેણે પાટણનું પાણી હરામ કર્યું હોઈને ન પીધું
એટલે ન જ પીધું રાજા ભીમદેવ વિમલની ટેક જાણતા હોઈને તેણે પણ વિમલને પાટણ પાછા તેડાવવાનો આગ્રહ છેડી દીધેલું. રાજા ભીમદેવ અને વિમલ પાછળથી ક્યાયે ઘર્ષણમાં આવ્યા હોય એવું એક પણ પ્રમાણ ઉપલબ્ધ થતું નથી. સૌએ ગઈ ગુજરી ભૂલી જવાનું ઉચિત માની લીધું.
વિમલની પાછલી જિંદગીમાં સંગ્રામમય તબક્કાને અંત આવી ગયે. હવે તે ધર્મમય જીવન વિતાવતે થયે. એ અરસામાં વિદ્યાધરકુલના, જાલીહરગચ્છીય ધર્મઘોષસૂરિ ચંદ્રાવતીમાં ચાતુર્માસ રહ્યા હતા. વિમલે નિયમિત રીતે ચારે માસ સુધી તેમનો ધર્મોપદેશ સાંભળ્યો સૂરિના ઉપદેશથી તેને ધર્મ-ધ્યાન તરફ વિશેષ અભિરુચિ પ્રકટી. તેણે યુદ્ધમાં અનેક માનવને સંહાર કર્યો હતે. હવે તેને પિતાનાં કૃત્ય માટે ભારેભાર દુઃખ થયું. તેને ઘણો પશ્ચાત્તાપ થયે. સૂરિ પાસેથી તેણે પ્રાયશ્ચિત માંગ્યું. ધર્મઘોષસૂરિએ વિમલ શાહને કહ્યું કે–“તમે આબૂતીથને ઉદ્ધાર કરે ! તમારામાં એવું સામર્થ્ય છે. તીર્થોદ્ધાર દ્વારા તમારું પ્રાયશ્ચિત પૂરું થશે!”
વિમલ શાહને તથા તેની પત્ની શ્રીદેવીને સૂરિનો ઉપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com