________________
પ્રાગ્વાટવંશ-વિભૂષણ છેડે એ કઈને ગમ્યું નહિ. સૌએ રાજાને વિનવ્યો પણ ઘટનાચકને કેણ રેકી શકે?
ઉક્ત શલોકોમાં વર્ણન છે કે રાજા સાથેના તેના અણબનાવના ઉગ્ર રાજકીય પ્રત્યાઘાત પડ્યા. ભીમદેવના વિરોધી સર્વે રાજાએ વિમલને સાથ આપવા તૈયાર થયા. વિમલને માર્ગમાં તારંગાને રાજા મહાલ મળે અને તેના પક્ષમાં રહેવા રાજાએ કેલી દીધો. ઈડર, દાંતા, કિશનગઢ, અજમેર વગેરેના રાજાઓ વિમલના પક્ષમાં રહ્યા. ડુંગરશી, કાંનડ વગેરે પણ તેના સહાયક થયા. સોરઠ, દક્ષિણ ગુજરાત, માલવા, મહારાષ્ટ્ર વગેરેના રાજાઓએ વિમલને સંપૂર્ણ મદદ આપવાની તૈયારી દર્શાવી. આમ ગુજરાતમાં એકાએક રાજકીય પરિવર્તન આવી ગયું. વિમલ રાજા ભીમદેવને નમીને આપે એવી કોઈ શક્યતા ન રહી. તેણે ચંદ્રાવતીમાં જઈ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. કેટલાંક પ્રમાણમાં માત્ર એટલો જ ઉલલેખ છે કે વિમલ રાજા ભીમદેવથી રીસાઈને ચંદ્રાવતી ચાલ્યા ગયે અને ભીમદેવના વતીથી તે ચંદ્રાવતીમાં રાજ્ય કરવા લાગ્યા.
વિમલ મહેતાને સલોકે”માં ચંદ્રાવતીના રાજા તરીકે વિમલે અનેક યુદ્ધો કરેલાં અને વિજયે મેળવેલાં એ સંબંધમાં વિસ્તરાથી વર્ણન છે. તેમાં ઉલ્લેખ છે કે વિમલે પિતાના પરાકમબળે બાર પાદશાહને જીતીને તેમની પાસેથી બાર છત્ર લઈ લીધાં. વિમલની આણ સ્વીકારીને અનેક રાજાઓ એની સેવામાં ઉપસ્થિત થયેલા. ઉક્ત વહીમાં એવો ઉલ્લેખ પણ છે કે ખુદ રાજા ભીમ પણ વિમલની સેવામાં હાજર થયેલો. પરંતુ વિમલે તેનું માન રાખીને તેને પોતાની સેવામાંથી મુક્તિ આપી. સલોકેમાં બાર પાદશાહોને ઉલલેખ છે, તેઓ આ
પ્રમાણે દેશના રાજવી હતા. મુલતાન, કટક, લાહોર, કંદહાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com