________________
[ ૭
મંત્રીવર વિમલ શાહ સાથેના સંગ્રામમાં પણ વિજય પ્રાપ્ત કર્યો. આમ વિમલને ભાગ્ય-રવિ મધ્યાહુને તપવા લાગ્યા. એક પછી એક વિજયકૂચ ચાલુ જ રહી. એને પડકારનારે કેઈ ન રહ્યો. એની આણ બધાએ સ્વીકારી. વિમલ શાહનું રાજકીય સ્થાન શિખરે પહોંચ્યું.
પછી કઈ કારણસર વિમલને રાજા ભીમદેવ સાથે અણુ બનાવ થયા. પ્રાચીન પ્રમાણ-ગ્રન્થમાં આ સંબંધમાં ખાસ કોઈ કારણ જણાવાયું નથી. ઉક્ત “વિમલ મહેતાને શકે'માં એવું જણાવ્યું છે કે વિમલની વધતી જતી કીર્તિને જોઈને કેટલાકને ઈર્ષા જાગી. તેમણે રાજાને ચઢાવ્યો કે વિમલ જે વિફર્યો તો આપનું રાજ પણ તે લઈ લેશે. એના જેવા લડવૈયા અને અમોધ બાણાવલી સામે બાથ ભીડવાની પછી તે કઈમાં હિમ્મત પણ નહિ હોય. માટે કેઈ ઉપાય વિચારીને તેનું કાસળ કાઢી નાખવું જોઈએ, નહિ તે એ પાછળથી આપના માટે મુશ્કેલીઓ ઊભી કરશે રાજા ભીમ ભેળે હતો. પ્રતિસ્પધીઓની કાન–ભંભેરણીથી તે ભેળવાઈ ગયે. વિમલના વધતા જતા પ્રભાવથી રાજા પણ મુંઝાતો હતું. એક દિવસે વિમલ આવતું હતું એ વખતે તેણે પૂર્વ
જિત કાવતરા પ્રમાણે ભૂખી વાઘણને તેની સામે છૂટી મૂકી દીધી !રાજાને એમ હતું કે વાઘણ વિમલને ખાઈ જશે. પરંતુ વિમલ જે અટકી દ્ધો વાઘણને શિકાર બને એ વાત અશક્ય હતી. વિમલે વાઘણને બરાબરને સ્વાદ ચખાડ્યો! એટલે વાઘણ દરબારીઓ તરફ કૂદી. બધે નાસભાગ મચી ગઈ. ખુદ રાજા પણ જીવ બચાવીને નાઠે! એ પ્રસંગ પછી વિમલે નક્કી કર્યું કે હવે પાટણમાં વધુ વખત રહેવું ઠીક નહીં. પાટણનું પણ તેણે હરામ કર્યું. ઉચાળા ભરીને તેણે ચંદ્રાવતીને માર્ગ લીધે વિમલ જે મહાચાણક્ય પુરુષ પાટણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com