________________
પ્રાગ્વાટવંશ-વિભૂષણ રાજકીય કારકિર્દીને અહીંથી શુભ પ્રારંભ થયે. પાછળથી દંડનાયક તરીકે વિમલ નિયુક્ત થતાં રાજ્યનો તે સર્વેસર્વા બન્યા અને ગુજરાતના રાજ્યને તેણે બધી રીતે વિકસાવ્યું.
રાજા ભીમદેવ વિમલમંત્રીની કામગીરીથી ઘણે પ્રસન્ન હતે. વિમલમંત્રીએ અનેક યુદ્ધો લડી, વિજયે મેળવી પિતાની રાજકીય કારકિર્દીમાં નવાં નવાં છોગાંઓ ઊમેર્યા. ગૂર્જર સામ્રાજ્યની હદ તેણે દૂર સુધી વિસ્તારી દીધી.
એ સમયે ચંદ્રાવતીને રાજા ધંધૂક ગુજરાતનો ખંડિયે રાજા હતે. કિન્તુ સમય આવ્યે ગુજરાતની ધૂંસરી ફગાવી દઈને સ્વતંત્ર રાજા બનવાની તે પેરવી કરી રહ્યો હતો. સમયસૂચક વિમલ એની મહત્વાકાંક્ષાને પારખી ગયે. રાજા ભીમદેવની આજ્ઞા મેળવી તે મેટા સૈન્ય સહિત ચંદ્રાવતી પહોંચી ગયે. ધંધૂક તે વિમલ આવે છે એ સમાચાર સાંભળીને જ ચંદ્રાવતીમાંથી નાસી છૂટ્યો! તેણે માળવાના રાજા ભેજદેવ પરમારનું શરણું શોધી લીધું. એ સમયે માળવાના રાજાઓ ગૂર્જરેશ્વરોના પ્રતિસ્પધીઓ હતા. ધંધૂકા મેવાડના ગિરિર્ગમાં છૂપાઈ ગયે. વિમલ ચંદ્રાવતી છોડે કે તુરત જ નગરને કબજે લેવાને તેને ઈરાદો હતો. પરંતુ વિમલ તો ત્યાં જ સ્થિર થઈને રહ્યો. રાજા ભીમદેવે તેને ચંદ્રાવતીને દંડનાયક પણ બનાવ્યું. વિમલે ચંદ્રાવતીમાં રહીને ધંધૂકને કૂનેહપૂર્વક સમજાવી લીધો અને તેને ગુજરાતને ખંડિયેરાજા બનાવીને આબૂનું રાજ્ય તેને પાછું સેંપી દીધું. વિમલની મુત્સદ્દીગીરીને વિજય થયે.
પ્રાચીન પ્રમાણુ-ગ્રન્થોમાં ઉલ્લેખ છે કે નાડોલના રાજાએ વિમલને સુવર્ણ જડિત સિંહાસન આપ્યું અને યોગિની(દિલ્હી)પતિએ છત્ર ભેટ કર્યું. વિમલે સિંધમાં દારૂણ યુદ્ધ કરીને નગરઠઠ્ઠાના રાજાને કેદ કરી લીધો. તેણે માળવાના રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com