________________
મંત્રીશ્વર વિમલ શાહ
વીરમતી અને વિમલને સમજાવીને પિતાના વતન વાગડ અંતર્ગત ગેહડી ગામમાં તેમને લઈ ગયા. ત્યાં મામા ખેતી કરે અને વિમલ તેમના ઢેર ચરાવવા સીમમાં જાય. આમ નવ વર્ષો વીતી ગયાં. પટ્ટાવલીમાં વર્ણન છે કે સીમમાં અંબાદેવીનું મંદિર હતું. એક વખતે દેવીએ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને વિમલની પરીક્ષા કરેલી. વિમલ નિશ્ચલ રહે એટલે દેવીએ તેને ધનનું નિધાન દેખાડ્યું અને બીજાં વરદાન આ પ્રમાણે આપ્યાંક અદ્ભૂત બાણ–વિદ્યા, અશ્વ-લક્ષણ-જ્ઞાન, નરનારી લક્ષણ-જ્ઞાન, અને અક્ષરલેખનકળા. આ પાંચ વરદાનો ઉપરાંત દેવીએ વિમલને સર્વદા સહાય કરવાનું વચન પણ આપ્યું.
ઘેર આવીને વિમલે માતાને દેવીએ આપેલાં વરદાનની વાત કરી. દેવીએ સૂચવેલા સ્થળે રાત્રે ગુપ્ત રીતે જઈને ખેદતાં ધનનું નિધાન પ્રાપ્ત થયું. વિમલને અઢળક સંપત્તિ લીધી. સત્તર વર્ષની ઉંમરે વિમલ શ્રીદેવી સાથે પરણ્ય અને પાટણ આવીને રહ્યો. દેવીએ આપેલાં વરદાન પ્રમાણે વિમલ બુદ્ધિશાળી; શૂરવીર અને અમેઘ બાણાવલી થયો. પાંચ ગાઉ સુધી તે ધાર્યું નિશાન તાકી શકતો હતો.
અંચલગરછીય પં. વિનીતસાગર કૃત “વિમલ મહેતાનો શકો”માં એવું વર્ણન છે કે એક વાર રાજા ભીમદેવ અને તેના દરબારીઓ બાણથી નિશાન તાકવામાં હેડે ચડેલા. બધા દરબારીઓ નિષ્ફળ જતાં ખુદ રાજાએ નિશાન લીધું, પણ તે નિષ્ફળ ગયો, એટલે વિમલે ધારેલું નિશાન તાકી બતાવ્યું. બધા આ જોઈને અચંબો પામ્યા. વિમલની વાહ વાહ થઈ. રાજા ભીમદેવ પણ તેના પર ઘણે પ્રસન્ન થયા અને તેને પરિ. ચય મેળવ્યું. શલેકામાં ઉલ્લેખ છે કે રાજા ભીમદેવે વિમલને ભાઈ કહીને સંબોધ્યું અને તેને મોટો હોદ્દો આપ્ટે. વિમલની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com