________________
૪]
પ્રાગ્વાટવંશ-વિભૂષણ મહા પરાક્રમી છે. મંત્રી લહિરથી મંત્રી વીર સુધીના ઉક્ત નામે શિલા-પ્રશસ્તિઓમાં નથી અપાયાં, એટલે ભટ્ટગ્રન્થનો આધાર જ લેવો પડે છે.
વીરને બે પત્નીઓ હતી. પ્રથમ પત્ની શોભાગિનીથી દશરથ નામે પુત્ર થયે દ્રિતીય પત્ની વીરમતીથી નેઢ, વિમલ અને ચાહિલ એમ ત્રણ પુરો થયા. અંચલગચ્છની પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે એક દિવસે વીરમતીને એવું સ્વપ્ન આવ્યું કે દેવતાઓએ તેને કમળ-પપે આપ્યાં, જે દ્વારા તેણીએ શ્રી વિમલનાથપ્રભુની પૂજા કરી. પ્રભાતે વીરમતીએ સ્વમને વૃત્તાન્ત કહી સંભળાવતાં સ્વપ્ર–પાઠકે ફળ કહ્યું કે–“કોઈ મુકુટધારી નરેન્દ્ર તમારી કૂખે ઉત્પન્ન થશે, જે જૈનધર્મની દીપ્તિ કરશે.” નવ માસ બાદ વીરમતીએ પ્રતાપી પુત્રને જન્મ આપ્યો. સ્વમાનુસાર તેનું વિમલ નામ રાખવામાં આવ્યું.
મંત્રી વીર સોલંકી રાજાએ મૂળરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ અને દુર્લભરાજને રાજ્યશાસન-કાળ દરમિયાન મહામાત્યપદે રહ્યો. તે બુદ્ધિમાન, ઉદાર અને દાની હતો. “વિમલ પ્રબંધ”માં જણાવ્યું છે કે મંત્રી વીર રાજ્યને કારભાર છેડી જપ, તપ અને ધર્મધ્યાનમાં વળગ્ય હતે. વાસ્તવ માં તે મંત્રી હોવા છતાં અંતરંગથી વૈરાગી હતો. પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે વિમલ સાતેક વર્ષ થયે ત્યારે વીરે પિતાનું શેષ આયુ માત્ર છ માસનું જાણુને રાજાની આજ્ઞા મેળવી શ્રી શત્રુંજયને સંઘ કાઢ્યો. ત્યાં ઘણું ધન ખરચી, સંથારાદીક્ષા લઈને તે કાળધર્મ પામ્યો. તેનો યેષ્ઠ પુત્ર દશરથ સંઘ લઈને ઘેર પાછો ફર્યો.
મંત્રી વીરના દેહાવસાન બાદ ઓરમાન ભાઈઓ વચ્ચે કલેશ જાગશે એવી આશંકા રહેતાં વિમલને મામા તેની બહેન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com